અબતક, રાજકોટ
ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો ફતેહ કરવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પેજ કમિટીનું અમોઘશસ્ત્ર કાર્યકરોને આપવામાં આવ્યું છે. જેની માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં સરાહના થઇ રહી છે. અલગ-અલગ રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં પેજ સમિતિના હથિયારનો ઉપયોગ કરી ભાજપે સત્તારૂઢ થવાનો નવો કીમીયો અપનાવ્યો છે. ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં પેજ કમિટીના સભ્યો અને પ્રમુખ સાથે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંવાદ કર્યો હતો.
હવે ગુજરાત ભાજપના એક-એક કાર્યકરો પર મોદી નજર રાખશે અને નજરમાં પણ રાખશે. નમો એપના માધ્યમથી આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે સિધો સંવાદ કરશે. જેમાં રજીસ્ટ્રેશન કરાવનાર કાર્યકરને પણ એક વિકલ્પ આપવામાં આવ્યો છે. જો કાર્યકર વડાપ્રધાન પાસેથી ખાસ માર્ગદર્શન મેળવવા ઇચ્છતા હશે તો અલગ-અલગ પ્રશ્નો પૂછી શકશે. આ ઉપરાંત પક્ષને મજબૂત કરવા માટે અલયાદુ સુચન આપવા માંગતા હશે તો પણ આપી શકશે.
કાલે ગુજરાત ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે નમો એપના
માધ્યમથી વડાપ્રધાન કરશે સિધો સંવાદ: કાર્યકરોને ચૂંટણી માટેનો બુસ્ટર ડોઝ આપશે
કોઇપણ રાજકીય પક્ષની સાચી મુડી કાર્યકરતા જ હોય છે. જો કાર્યકરને પુરૂં પ્રોત્સાહન આપવામાં આવે તો દુનિયાની કોઇપણ તાકાત રાજકીય પક્ષને સફળતાથી રોકી શકતી નથી. ભાજપ પાસે કાર્યકરોની આખી આર્મી છે એમ કહેવામાં આવે છે પણ ખોટું નથી. શિસ્તબદ્વ કાર્યકર્તાઓના કારણે પક્ષને ધાર્યા કરતાં વધુ સફળતા સાંપડી રહી છે. ભવિષ્યમાં ભાજપ માત્ર મોદી અને શાહના નામ પર નિર્ભર ન રહે તે માટે અત્યારથી જ તૈયારીઓ થઇ રહી છે. જેમાં વિધાનસભાની એક-એક બેઠક કબ્જે કરવા માટે પેજ કમિટીની રચના કરવામાં આવી છે. પેજ કમિટીના સભ્યો કે પ્રમુખ વાસ્તવમાં પક્ષનું કામ કરે છે કે કેમ તે જાણવું પણ એટલું જ મહત્વનું છે. હવે મોદી ભાજપના એક-એક કાર્યકર પર નજર રાખશે. આટલું જ નહિં જો કોઇ કાર્યકર પક્ષમાં રહીને પક્ષને નુકશાન પહોંચાડતો હશે તો તેને નજરમાં પણ રાખશે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે ભાજપના કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર કરવા વડાપ્રધાન બુસ્ટર ડોઝ આપશે. આવતીકાલે સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત પ્રદેશ ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે નમો એપના માઘ્યમથી સિઘ્ધો સંવાદ કરશે કાર્યકરોને ચુંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવશે સાથો સાથ રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ જન-જન સુધી પહોચાડયાની પણ તાકીદ કરવામાં આવશે.
ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલે ગત ર0મીએ ગુજરાતના તમામ 579 મંડળો પર એક સાથે બેઠક યોજી એક નવો જ કિર્તીમાન હાંસલ કર્યો હતો રાજયની વિધાનસભાની તમામ 182બેઠકો જીતવા માટે પ્રદેશ દ્વારા કાર્યકરોને પેજ કમિટીનું અમોધ શસ્ત્ર આપવામાં આવ્યું છે. જો પેજ કમિટી મજબુત હશે તો એકપણ બેઠક જીતવી મુશ્કેલ બનશે નહી. પાટીલે પેજ કમિટી બનાવવા પર જ ઘ્યાન આપવામાં આવી રહ્યું છે.
હવે કુશળ વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે માત્ર ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે કાર્યકરોને ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ગત રાત્રીએ ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલે ર4મીએ ગુજરાતના તમામ 579 મંડળો પર કાર્યકરોને એક સાથે સંબોધન કરી રેકોર્ડ બનાવ્યો હતો.
દરમિયન આવતીકાલે મંગળવારે સવારે 11 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાત પ્રદેશ ભાજપના પેજ કમિટીના પ્રમુખ તથા સદસ્યો સાથે નમો એપના માઘ્યમથી સીઘ્ધો સંવાદ કરશે આ સંવાદમાં જોડાવવા માટે કાર્યકરોએ ફરજીયાત પણે નમો એપ પર રજસ્ટ્રેશન કરાવવાનું રહેશે કાર્યકરો નરેન્દ્રભાઇને કોઇ પ્રશ્ર્ન પૂછવા ઇચ્છતા હશે તો પણ તેઓ આ એપના માઘ્યમથી પૂછી શકશે. વિધાન સભાની ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકરોને ચૂંટણી જીતવા માટેનો બુસરડોઝ આપવામાં આવશે. પક્ષ દ્વારા આગામી દિવસોમાં વિવિધ કાર્યકમો આપી કાર્યકરોને ચૂંટણી માટે સજજ કરી દેવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે સિઘ્ધો સંવાદ કરવા માટે ભાજપના પેજ સમિટીના સદસ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.