બેન્જામીન નેતાનયાહુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બાદ ગુજરાતના મહેમાન બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી ઈઝરાયેલના વડા બેન્જામીન નેતાનયાહુ તા.૧૩ના ગુજરાતમાં યોજાનારા ૨ દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ભાગ બનવાના હતા. તે હવે જાન્યુઆરી ૧૭ના જ એક દિવસ માટે આવશે. બંને દેશના વડા અમદાવાદના સાણંદ નજીકના આંતરરાષ્ટ્રીય સાહસિકતા અને ટેકનોલોજી કેન્દ્ર ખાતે મુલાકાત લેશે અને નવા આર્થિક, સામાજિક, વ્યવહારીક સંબંધો બાંધશે. તેઓ હાલ સ્ટાર્ટઅપ પ્રોજેકટો પર કામ કરી રહ્યા છે. ત્યારબાદ બન્ને દેશના વડા સાણંદ નજીક આઈક્રિએટ સંસ્થાનું ઉદઘાટન કરશે.  તેમજ ઉધોગ માટેના ભવિષ્યના વ્યાપ વિશે પણ ચર્ચા કરશે. તેમજ બન્ને દેશોના યુવા ઉધમપતિઓ અને ટોચના સાહસિકારોના સ્ટાર્ટઅપ માટે ચર્ચા વિચારણા કરશે. જોકે તેઓ કાઈટ ફેસ્ટીવલમાં હાજરી આપી શકશે નહીં પરંતુ સાણંદ ખાતે આવશે અને ભારતના મહેમાન બનશે અને ભારત-ઈઝરાયલની મૈત્રી વધારીને નવી તકોની રાહ શોધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.