સરકારેબેંક ખાતા અને મોબાઈલ નંબર સાથે આધાર લિંકની જરૂરીયાતના કાયદામાં ફેરફાર કરવાનું જાહેર કર્યું નવીદિલ્હી
જો તમારે નવો મોબાઈલ નંબર જોઈતો હોય કે પછી બેંકમાં નવું ખાતુખોલાવવું હોય તો અને તમારી પાસે આધાર પુરાવો ન હોય તો કોઈ દિકકત નથી. સરકારે હવે મોબાઈલ અને બેંક ખાતામાંથી આધારને મુકત કર્યું છે. સરકારે મોબાઈલ નંબર તથા બેંક ખાતામાં જૈવિક પહેંચાનવાળા આધારકાર્ડથી સ્વૈચ્છિકરૂપે જોડવાના કાનુનીદાયરા નકકી કર્યા હતા. જેના આધારે આધાર સાથે સંબંધિત બે કાયદામાં સંશોધનમાટે સંસદમાં વિધેયક લાવી પ્રસ્તાવને મંજુરી મળી ગઈ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાંમંત્રી મંડળ અને ટેલીગ્રાફ અધિનિયમ અને મની લોન્ડરીંગને રોકવા અધિનિયમમાં સંશોધન માટેપ્રસ્તાવિત ખરડાને મંજુરી આપી. આ નિર્ણય ખાનગી કંપનીઓને ગ્રાહકોની પાસેથી આધારકાર્ડના ઉપયોગ પર સપ્ટેમ્બરમાં લેવાયો હતો. પોતાનો ઉપભોકતાઓના કેવાયસી દસ્તાવેજના રૂપે આધારનો ઉપયોગ સંબંધિત સુચનાઓની સુરક્ષા અને ગોપનીયતા સુનિશ્ચીત કરવી પડશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બને અધિનિયમોનું સંશોધન કરવામાં આવશે. જેથી નવા મોબાઈલ નંબર લેવા કે પછી બેંક ખાતા ખોલવા ગ્રાહક હવે ૧૨ અંકોવાળા આધારને સ્વૈચ્છાએ આપી શકે છે. જો તેને આધાર ન આપવું હોય તો પણકોઈ રોક લગાવવામાં આવશે નહીં.
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ પોતાના એક ચુકાદામાં જણાવ્યુંહતું કે, બેંક એકાઉન્ટ ખોલવા માટે આધારકાર્ડ અનિવાર્ય નથી સાથે જ મોબાઈલ નંબર માટે પણ આધાર અનિવાર્ય નથી ત્યારબાદ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ માનીને કહેવામાં આવ્યુંકે આવતા સત્રમાં આધાર સાથે જોડાયેલા નિયમોમાં સંશોધન કરવામાં આવશે. જોકે સુપ્રીમે પોતાના ચુકાદાના પાનકાર્ડ માટે આધાર લિંક કરવાની પ્રક્રિયાને અનિવાર્ય રાખી છે પરંતુ મોબાઈલ અને બેંક ખાતામાંથી આધારને મુકત કરાયું છે.