દેશમાં ઘણાં નાણાકીય કાર્યો માટે Pan Cardની જરૂર પડે. 50,000થી વધુ રકમની લેન-દેન માટે ફરજીયાત Pan Cardની જરૂર પડે. જે લોકો એ હજી સુધી Pan Card નથી બનાવ્યું એ લોકો હવે ફક્ત થોડી મિનિટમાં ઓનલાઈન તત્કાલીન કાર્ડ બનાવી શકે છે. તેના માટે ફક્ત તમારા આધારકાર્ડ નંબરની જરૂર પડશે. આ સેવા એકદમ નિઃશુલ્ક છે.

ઓનલાઈન Pan Card માટે આ પ્રક્રિયા અનુસરો

1) આયકર વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in. ઓપન કરો
2) હોમ પેઝ પર ‘Quick Links’માં જઈ ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરો
3) ‘Get New PAN’ની લિંક ઓપન કરો, તેમાં તત્કાલીન પેન રિક્વેસ્ટ વેબપેઝ ઓપન થશે
4) તમારો આધાર નંબર અને બીજી અન્ય માહિતી નાખી કન્ફોર્મ કરો
5) ‘Generate Aadhar OTP’ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર OTT આવશે
6) ટેક્સ બોક્સમાં OTT નંબર એડ કરી,‘Validate Aadhaar OTP’ પર ક્લિક કરો
7) તમારા આધાર કાર્ડની માહિતી સામે આવશે, તે ચેક કરો
8) પછી ‘Submit PAN Request’ પર ક્લિક કરો
9) સ્ક્રીન પર ‘Pan Acknowledgment Number’ આવશે, તે નંબર મહત્વનો છે
10) આ નંબરથી તમને તમારા Pan Cardની વિગતો મળશે, અને સાથે તમે ડાઉનલોડ પણ કરી શકો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.