સ્ત્રિઓને રોજ રાત્રે શું જમવાનું બનાવવું તે સૌથી ઇચ્છા હોય છે કે ખાસ તો પરિવારના લોકોને ભાવે તેવું બનાવવુ તો ટ્રાય કરી શકો છો આ રેસીપી……
સામગ્રી :
– ૩/૪ વાટકી ઝીણી સમારેલી ડુંગળી
– ૧ ચમચી ઝીણુ સમારેલ લસણ
– ૧ ચમચી ઝીણુ સમારેલુ આદુ
– ૧ ચમચી તેલ
– ૧ વાટકી પાણી
– ૧/૨ ચમચી વિનેગાર
– ૧ ચમચી સોયા સોસ
– ૧ ચમચી ચીલી સોસ
– ૧ ચમચી કોર્ન ફ્લોર
– ૧ ચમચી લાલ મરચું
– મીઠું
– ૧ લીલુ મરચુ
– ૧ વાટકી બ્રેડનો ભુક્કો
– ૧/૨ વાટકી પાતળું અને લાંબુ સમારેલ કોબી
– ૧/૨ દુધીનું છીણ
બનાવવાની રીત :
– સૌથી પહેલા દુધીના છીણને કપડામાં લઇ દાબી લેવું અને તેનું પાણી કાઢી લેવું.
– એક બાઉલમાં બ્રેડના ભુક્કામાં કોબી, દુધી, લીલા મરચાની કટકી, આદુ-લસણની કટકી, લાલ મરચું અને મીઠું ઉમેરી મિક્ષ કરી નાના ગોળ બોલ વાળી અને ડીપ ફ્રાય કરવા
– હવે એક બાઉલમાં સોયા સોસ, ચીલી સોસ, વિનેગર, ટોમેટો સોસ, કોર્ન ફ્લોર અને પાણી ઉમેરી મિક્ષણ તૈયાર કરવું.
– હવે એક પેનમાં તેલ લઇ તેમાં આદુ અને લસણની કટકી ઉમેરી સાંતળવી.
– ત્યારબાદ ડુંગળીમાં મીઠુ ઉમેરી સાંતળવી
– હવે તેમાં મિશ્રણ ઉમેરી ઘટ થાય ગ્રીવી થાય ત્યાં સુધી હલાવવું.
– હવે ડીશ કે બાઉલમાં મંચુરિયન ઉપરથી ગ્રેવી રેડવી…
– કોથમીર અને ડુંગળીથી ગાર્નિશ કરવું.
– બસ આ રીતે માણો બ્રેડ મંચુરિયનની મજા.