આમ તો આપણે બટેટા અને મરચાંના ભજીયા તો ખાતા જ હોય છે તેમાં પણ ચોમાસુની શરૂઆત થવા જઈ રહી છે તેવામાં ગરમા ગરમ ભજીયા જો મળી રહે તો આપણે ગુજરાતીઑને મોજ પડી જાઈ, તેવામાં પણ જો ભજીયાને કઈક અલગ ટેસ્ટ આપવામાં આવે તો તો ખૂબ જ મોજ પડી જાય તો આજ અમે તમારા માટે લઈને આવ્યા છે પંજાબી ભજીયા તો ચાલો જોઈએ તેની રેસીપી કે કઈ રીતે બને છે,
સામગ્રી :
૩ કપ મિક્સ વેજીટેબલ કોબીજ
બટાકા, ડુંગળી અને રીંગણ બારીક સમારેલા
૧/૪ કપ કોથમીર સમારેલી
૧/૨ ચમચી લીલા મરચાની પેસ્ટ
૧ ચમચી લાલ મરચું પાવડર
૧ કપ બેસન
ખાવાનો સોડા – ચપટી
૧/૨ ચમચી અજમો
૩ થી ૪ ચમચી આમલીનું પાણી
તળવા માટે તેલ
રીત:
પંજાબી ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ ૩ કપ મિક્સ વેજીટેબલ કોબીજ લો તેમાં બટાકા, ડુંગળી અને રીંગણ બારીક સમારેલા તેમજ ૧/૪ કપ કોથમીર સમારેલી અને ૧/૨ ચમચી લીલા મરચાની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં ૧ ચમચી લાલ મરચું પાવડર અને ૧ કપ બેસન ઉમેરો ત્યારબાદ ખાવાનો સોડા અને અજમો ઉમેરી દો. થોડું પાણી મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. એક કઢાઈમાં તેલ ગરમ કરી શાકભાજીને ખીરામાં ડીપ કરી ક્રિસ્પી થવા સુધી તેને ફ્રાય કરી સર્વ કરો.