આઇસ્ક્રીમએ એવી વસ્તુ છે કે જે નાના બાળકોથી લઇને સૌ કોઇને ભાવતી હોય છે. આઇસ્ક્રીમનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. આપા સૌ એ અનેક પ્રકારની ફ્લેવરના આઇસ્ક્રીમ ખાધા હશે. પણ શુ તમે ક્યારેય દહીંમાંથી બનાવેલો આઇસ્ક્રીમ ખાધો છે? તો ચાલો શીખીએ દહીંમાંથી તૈયાર થતો આઇસ્ક્રીમ.
આઇસ્ક્રીમ બનાવવા માટેની સામગ્રી
- ૧/૨ કપ દહીં,
- ૧/૪ કપ ખાંડ,
- ૧/૨ કપ ક્રીમ,
- ૧૦ કાજુ,
- ૪ બિસ્કીટ,
- ૨ ટીપાં વેનીલા એસેન્સ
- આઇસ્ક્રીમ બનાવવાની રીત :
સૌ પ્રથમ દહીં અને ખાંડ મિક્સ કરી મિક્ષરમાં નાખો અને ખાંડ ઓગળે નહી ત્યાં સુધી દહીં બરાબર હલાવો. પછી તેમાં વેનીલા એસેન્સ અને ક્રીમ નાખો બંનેને બરાબર નાખી આ બધી વસ્તુઓ મિક્સ ન થઇ જાય ત્યાં સુધી હલાવતા રહો. આ મિશ્રણમાં કટિંગ કરેલા કાજુના ટુકડા નાંખો. હવે એર ટાઇટ ડબ્બામાં બિસ્કીટના કેટલાક ટુકડાઓ નાખો. પછી આ બિસ્કીટ ઉપર તૈયાર કરેલુ મિશ્રણ નાખો અને વધેલા બિસ્કીટના કેટલાક ટુકડાઓ નાંખી આઇસ્ક્રીમને ફ્રીઝરમાં મુકી દો. અંદાજે ૫-૬ કલાક બાદ આ આઇસ્ક્રીમ જામી જશે. ત્યારબાદ ક્ધટેનરને ફ્રીઝરમાંથી કાઢી આઇસ્ક્રીમને તમારા મનપસંદ શરબતથી ગાર્નિશ કરો. હવે તેને એક ડીશમાં સર્વ કરો. તૈયાર છે. દહીંનો આઇસ્ક્રીમ.