ઘરે કોઇ ન હોય અને તમને રસોઇ પણ ન આવડતી હોય ત્યારે સૌ પ્રથમ મેગી બનાવવાનો વિચાર આવે છે તો મેગીના ટેસ્ટને વધુ વિકસાવીને મેગી મસાલો પણ બજારમાં ઉપલબ્ધ છે, શાક બનાવો કે પછી રાઇસ મેગી મસાલો વાનગીને અનોખો ચસ્કો આપે છે. જો ચાલો જાણી લઇએ કે બહાર બજારમાં મળતો મેગી મસાલો તમે તમારી ઘરે કઇ રીતે બનાવશો.
સામગ્રી :
– દોઢ ચમચી ડુંગળી પાવડર
– દોઢ ચમચી લસણ પાવડર
– દોઢ ચમચી ધાણા પાવડર
– ૧ ચમચી લાલ મરચુ પાવડર
– ૧/૨ ચમચી હળદર
– ૧ ચમચી કાળી મરી પાવડર
– ૧/૨ ચમચી મેથી પાવડર
– ૧/૨ ચમચી આદુ પાવડર
– ૧ અડધી ચમચી ગરમ મસાલો
– ૪ ચમચી ખાંડ
– ૨ ચમચી રેડ ચિલી ફ્લેક્સ
– ૧ ચમચી મકાઇનો લોટ
– ૧/૨ ચમચી સુકી કેરીનો પાવડર
– દોઢ અડધી ચમચી મીઠું
મેગી મસાલો બનાવવાની રીત :સૌથી પહેલા ઉપર વર્ણવેલી સામગ્રીઓને એક સથે મિક્સીમાં નાખી ગ્રાઇન્ડ કરી લો ત્યારબાદ જ્યારે પણ તમે મેગી અથવા નુડલ્સ બનાવો ત્યારે આ મસાલાને ૨ ચમચી તેમાં ઉમેરી સ્વાદ વધારો.