ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં ફેલાતા રોગચાળા કે બિમારી ઉપર તાત્કાલિક નિયંત્રણ લાવવા રાજ્યભરમાં આઇએચઆઇપી યોજના શરૂ કરી છે. જેમાં ફિલ્ડમાં ફરતા હેલ્થ વર્કરોને આપેલા એન્ડ્રોઇડ મોબાઇલમાં દર્દીના નામ અને બિમારીની વિગતો ઓનલાઇન અપલોડ કરતા જ રિયલ સ્થિતિ કચેરીમાં બેઠા અધિકારીઓ નિહાળીને તાત્કાલિક રોગચાળા કે બિમારી ઉપર નિયંત્રણ લઇ શકાશે. આ રીતે તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામા આવ્યુ છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાને સુદ્દઢ કરવા ઇન્ટ્રીગ્રેટેડ હેલ્થ ઇન્ફર્મેશન પ્લેટફોર્મ યોજના શરૂ કરવામાં આવી છે. આથી કયા ગામમાં કઇ બિમારી છે, બિમારીનો ભોગ કેટલા દર્દીઓ બન્યા છે સહિતની જાણકારી ઓફિસમાં બેઠા બેઠા જોઇને બિમારી કે રોગચાળા ઉપર તાત્કાલિક નિયંત્રણ લઇ શકાશે.