આધાર બતાવતા જ રસી માટે ‘હેલ્થ આઈડી’ બની જશે!!
દરેક નાગરિકના સ્વાસ્થ્યની માહિતી ડિજિટલી જળવાઈ રહે તે માટે આધારકાર્ડની જેમ ‘હેલ્થકાર્ડ’ બનાવાશે
કોરોના વાયરસે વિશ્વ આખાને ભરડામાં લીધું છે. આ વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા આગામી ૧૬મી જાન્યુઆરીથી ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે સરકારે ખાસ કોવિન નામની એક એપ વિકસાવી છે.જે પરથી રસી માટે નોંધણી કરાવી શકાય છે.રજીસ્ટ્રેશન માટે સરકારે અલગ અલગ ૧૨ પ્રકારનાં દસ્તાવેજોને માન્યતા આપી છે. અને એમાંથી એક છે. આધાર રસી લેવા ઈચ્છતા લોકો આધારકાર્ડની વિગતો રજૂ કરશે તો તેમનું હેલ્થ આઈડી તરતજ બની જશે.
કોરોના રસીકરણ ઝુંબેશ અંતર્ગત દરેક નાગરીકને ડીજીટલ હેલ્થ આઈડી મળીરહે તે માટે ઓથોરીટી મથામણ કરી રહી છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, એક વખત યુનીક હેલ્થ આઈડેન્ટીટી (યુએચઆઈડી) બની ગયા બાદ જે તે વ્યકિતનો આખો સ્વાવસ્થય રેકોર્ડ સાચવી શકાશે એટલે કે તમે બીમારી વખતે કઈ હોસ્પિટલમાં કેટલો સમય સારવાર મેળવી?? શું બીમારી છે ?? કેટલો ચાર્જ થયો ?? વગેરે જેવી તમામ બાબતોનો ડીજીટલી રેકોર્ડ જળવાશે. આ તમામ ડેટા સરકાર પાસે પણ ઉપલબ્ધ થશે. આ પ્રોજેકટ પ્રાથમિક ધોરણે હેલ્થવર્કરોને રસી માટે લાગુ પડાશે. જોકે, રસી માટે ફરજીયાત આધાર કાર્ડ રજૂ કરવું જરૂરી નથી. આ મરજીયાત છે. હેલ્થકર્મીઓનો સ્વાસ્થ્યનો ડેટા સચવાય રહે તે હેતુથી આ પ્રોજેકટ લાગુ કરાશે.