પ્રથમ ભરતી બોર્ડની બેઠક બોલાવી એલઆરડીની ભરતી અંગે ટૂંક સમયમાં ચર્ચા કરાશે
રાજયમાં પોલીસ કોન્સ્ટેબલની લાંબા સમયથી ઘટ હોવાની ઉઠેલી ફરિયાદ અને ચૂંટણી પૂર્વે એલઆરડીની પેન્ડીગ રહેલી ભરતી પ્રક્રિયાને પુરી કરવા માટે રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષ સ્થાને બેઠક મળવાની છે.
એલઆરડીની ભરતીની પ્રક્રિયા અને પસંદગી પામેલા ઉમેદવારોને નિમણુંક પત્ર અંગે ચર્ચા માટે સચિવાયલ ખાતે હર્ષ સંઘવી દ્વારા ભરતી બોર્ડની બેઠક બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજયમાં 9000થી વધુ એલઆરડી અને 300 જેટલા પોલીસ સબ ઇન્સ્પેકટરની ભરતી અંગેની ગત ઓકટોમ્બર માસમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે અંર્તગત ભરતી અંગેની ચર્ચા-વિચારણા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એલઆરડીની ભરતીમાં પસંગી પામેલાઓને પણ ટૂંક સમયમાં નિમણુંક પત્ર આપવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.