ઘણી વખત, કેટલાક યુઝર્સ માત્ર અને માત્ર આ કારણે સોશિયલ મીડિયાના પ્રોફાઈલ પર સારી તસવીર મૂકી શકતા નથી, કારણ કે તસવીરમાં કોઈ ન ગમતી વસ્તુ આવી જાય છે. આવી સ્થિતિમાં સારી તસવીર સ્માર્ટફોનની ગેલેરીમાં જ રહે છે ત્યારે તમારી સમસ્યાનું સમાધાન google photos લઈને આવ્યુ છે ચાલો જાણીએ કેવી રીતે કામ કરશે આ ફીચર…
ગૂગલના આ ફીચરનું નામ મેજિક ઈરેઝર છે. આ શાનદાર ફીચર પહેલા માત્ર પિક્સેલ યુઝર્સ માટે હતું. હવે તેનો ઉપયોગ એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સ કરી શકશે. ગૂગલનું મેજિક ઇરેઝર ફીચર 2021માં લોન્ચ થયું હતું. ગૂગલનું આ ફીચર મોબાઈલ ફોટોગ્રાફી માટે લોકપ્રિય ફીચર પૈકીનું એક છે. આ ફીચરની મદદથી ચિત્રમાંની કોઈપણ વસ્તુ કે વ્યક્તિને સરળતાથી દૂર કરી શકાશે.
મેજિક ઈરેઝર દ્વારા તમને એવું લાગશે કે આ વસ્તુ ફોટામાં પહેલા જાણે હતી જ નહિ અને તમને પ્રિવ્યુ પણ બતાવશે કે ઓબ્જેક્ટને રીમુવ કર્યા બાદ તમારો ફોટો કેવો લાગશે. અગાઉ, મેજિક ઇરેઝર ફક્ત Google Pixel સ્માર્ટફોન પર જ ઉપલબ્ધ હતું. જો કે, ગૂગલે હવે તેની સબ્સ્ક્રિપ્શન સેવા, Google One દ્વારા અન્ય સ્માર્ટફોનના વપરાશકર્તાઓ માટે તેને ઉપલબ્ધ કરાવ્યું છે.
મેજિક ઇરેઝરની બીજી આકર્ષક ફીચર એ “કેમોફ્લાજ” છે. આ ફીચર ફોટામાં ચોક્કસ વસ્તુઓનો રંગ બદલીને બાકીના દ્રશ્યો સાથે ભળી જાય છે. વપરાશકર્તાઓ આ સુવિધા સાથે વધુ સુમેળભર્યું અને સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક ચિત્ર પ્રાપ્ત કરી શકે છે.
Google ની મેજિક ઇરેઝર સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો ??
- સૌથી પહેલા સ્માર્ટફોનમાં ગૂગલ ફોટોઝ એપ ઓપન કરવાની રહેશે.
- આ પછી, તમે જે ફોટામાં ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તે પસંદ કરવાનું રહેશે.
- સ્ક્રીનના બોટમમાં ” Edit” ટેપ કર્યા બાદ, ટૂલ્સ કેટેગરીમાંથી “મેજિક ઇરેઝર” પસંદ કરો.
- એપ્લિકેશન પછી ફોટાને સ્કેન કરશે અને જે સબ્જેક્ટને રીમુવ કરવાનો છે તેને હાઇલાઇટ કરશે
- અહીં તમે જાતે જ ઓબ્જેક્ટને પસંદ કરીને બધું રીમુવ કરી શકો છો
- Camouflage ઓપ્શનની મદદથી, ઇરેઝ કરવાને બદલે, તમે સબ્જેક્ટના રંગને આસપાસના રંગો સાથે મેચ કરી શકો છો.