રાજકોટ બહુમાળી ભવનમાં આવેલા રોજગાર વિભાગ દ્વારા એક ફેઅબુક પેઈજ બનાવી તેના પર રોજગારને લગતી તમામ માહિતીઓ મૂકી લોકોને આંગળીના ટેરવે રોજગાર મેળવવા માટે સરળ રસ્તો બનાવ્યો છે. જેમાં રોજગાર વાચ્છુકોને સરકારી અને ખાનગી કંપનીઓમાં નોકરીને લગતી તથા તેના વિશેની પ્રક્રિયા અને તમામ ઇન્ફોર્મેશન ’એમ્પ્લોયમેન્ટ ઓફીસ રાજકોટ’ ફેસબુક પેઈજ પર મેળવી શકાશે. આ સાથે ’શુ તમે જાણો છો?’ કોર્નર પર જનરલ કનોવલેજને લગતી તમામ સંપૂર્ણ અને સચોટ માહિતી પણ ફેસબુક પેઈજ પર મળી રહેશે.
‘એમ્પ્લોયમેન્ટ ઓફીસ રાજકોટ’ ફેસબુક પોર્ટલ પર એક ક્લિકથી તમામ ઇન્ફોર્મેશન મળશે
‘હું તમે જાણો છો?’ કોર્નર પર જનરલ કનોવલેજને લગતી તમામ માહિતી અને નિષ્ણાતોની રાય પણ ઉપલબ્ધ
રાજકોટ જિલ્લામાં રોજગાર મેળવવા વાચ્છુક લોકો માટે રોજગાર વિભાગ દ્વારા સરળ રીતે તમામ માહિતી મળે તે માટે સોશિયલ મીડિયા ફેસબુક પર એક ’એમ્પ્લોયમેન્ટ ઓફીસ રાજકોટ’ પેઈજ બનાવમાં આવ્યું છે. જેને ફોલોવ કરતાંની સાથે જ અરજદારોને તેમને લગતી નોકરીથી લઈ માહિતી સંપૂર્ણપણે તેમને આંગળીના ટેરવે મળી રહેશે.
’એમ્પ્લોયમેન્ટ ઓફીસ રાજકોટ’ ફેસબુક પેઈજ પર ’શું તમે જાણો છો?’ કોર્નર પર ચલાવામાં આવે છે. જેમાં કોઈ પણ વિભાગની સંપૂર્ણ અને સચોટ માહિતી પણ મળી રહેશે. કોઈ પણ વિષય પર સરકાર દ્વારા માન્ય વેબસાઈટની લિંક પણ આ પોર્ટલ પર મળી રહેશે. જેનાથી ઉઝર્સ સીધા જે તે વિષણયની સચોટ માહિતી મળી રહી શકે.
આ પોર્ટલમાં માહિતી અને રોજગારી સાથે શૈક્ષણિક અને સ્વરોજગાર વેબીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હર એક વિષય પર તેઓના નિષ્ણાતો દ્વારા ઝૂમ મિટિંગનું આયોજન કરવામાં આવે છે. તો બીજી તરફ પોતાના વેપારમાં આગળ વધવા માટે ઇચ્છતા વેપારીઓ માટે પણ તેમાં તમામ પ્રકારની સહાય ઉપલબ્ધ રહે છે.
તો બીજી તરફ વર્તમાન સમયમાં યુવાનો સરકારી નોકરી તરફ વળી રહ્યા છે. જેના માટે પણ રોજગાર વિભાવ કાર્યરત છે. એમ્પ્લોયમેન્ટ ઓફીસ રાજકોટ પેઈજ પર સરકારી ભરતીઓ વિશેની તમામ માહિતી સાથે લિંક પર ક્લિક કરવાથી તુરંત ભરતી પ્રક્રિયા સરળતાથી પાર પાડી શકે છે. જેમાં સરકારી ભરતી અને તેને લગતી માહિતી સાથે તેની તૈયારી માટેની ઇન્ફોર્મેશન પણ આ પોર્ટલ પર ઉમેદવારોને સરળતાથી મળી રહે છે.