સાંસદમાં નવાં મોટર વ્હીકલ એકટને મંજુરી
ભારત દેશમાં ટ્રાફિક નિયમો ભંગનાં અનેકવિધ કેસો સામે આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોનાં ભંગ બદલ જે દંડ ફટકારવામાં આવતો હતો તે બિલમાં સુધારો કરી લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું. આ પહેલા મોટર વ્હીકલ એકટને રાજયસભામાંથી બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો ત્યારે હવે નવા સુધારા સાથે મોટર વ્હીકલ એકટમાં અનેકવિધ દંડની ભારે જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક વાયોલેશન, ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, ઓટોમેશન અને ઓનલાઈન સર્વિસને એકટીવેટ કરાશે.
લોકસભામાં રજુ થયેલા સુધારા બિલને ટુંક સમયમાં જ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા નોટીફીકેશન જારી કરાશે જેથી ત્રિપલ સવારી તથા ગાડીમાં ૧૪ વર્ષનાં બાળક જો સીટ બેલ્ટ પહેરેલો નહીં હોય તો તે સર્વેને ૧૦૦૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તથા ત્રિપલ સવારીમાં પણ દંડની જોગવાઈ ૧૦૦૦ રૂપિયાની કરવામાં આવી છે અને ૩ માસ માટે લાયસન્સ પણ રદ કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવામાં આવી રહ્યું છે.
ભારત દેશમાં બાયકરોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જોવા મળી રહી છે જેમાં બાયકરો તેમનાં બાઈકમાં હેવી હોર્ન તથા સાયલેન્સર ફીટ કરતાં પ્રદુષણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે આ પ્રકારનાં કિસ્સામાં પ્રથમ વખત બાઈક ચાલકને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે ત્યારબાદ ૨૦૦૦ એમ જેમ-જેમ બાઈકરો પકડાતા જશે તેમ-તેમ દંડની વસુલાત વધુ કરવામાં આવશે. ઈલેકટ્રોનિક મારફતે દંડની તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવશે તથા એક વખત દંડિત કર્યા બાદ જો ટ્રાફિક નિયમ ભંગનું પાલન નહીં કરે તો બમણો દંડ વસુલવાની પણ સામે આવ્યું છે. તંત્રનાં જણાવ્યા અનુસાર જે કોઈ વાહન ચાલકો ટ્રાફિકનાં નિયમ અનુસાર ટ્રાફિકનાં નિયમોનું પાલન કરશે તો તેઓને ડરવાની સહેજ પણ જરૂર નથી.