લોકસંસ્કૃતિ ભાતીગડ મેળો કંઇક આવો હશે …..
લોકસંસ્કૃતિ જેમાં વિવિધતામાં એકતા જોવા મળે છે તેવી સંસ્કૃતિના મેલાવડાનું એક પ્રતિક એટ્લે ભાદરવા સુદ પાંચમ જે ઋષિપંચમી ના નામે ઓળખાય છે. આ દિવસે સુરેન્દ્રનગરના થાનગઢમાં તરણેતરનો મેળો ભરાય છે. જેમાં ગામેગામના લોકો ભાતીગળ સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે જ્યાં આપણી પારંપરિક વેશભૂષા, રીત રિવાજ, લોકગીત, પારંપરિક રમતો, જેવી અનેકવિધ પ્રવૃતિઓનું દર્શન થાય છે.તો આવો જાણીએ આપણા આ તરણેતરના ભાતીગળ મેળાની મોજ કેવી હશે…?
ઋષિપંચમીના દિવસે તરણેતરમાં સવારના 5વાગ્યે ગંગા આરતી કરી આ મેળાનો શુભારંભ થાય છે. ત્યારબાદ લોકસંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર શરૂ થાય જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી મેળાના મેદાનમાં માટલાં દોડ, રસ્સાખેંચ, સ્લો સાઈકલિંગ જેવી રમતોની મોજ માનશે લોકો તેમજ 9 વાગ્યે મંદિરના પરિસરમાં પરંપરાગત રસ અને હુડાની રમઝટ જામશે ત્યારબાદ બપોરે 2 થી 4 વાગ્યા સુધી સાંસ્ક્રુતિની ઝાંખી કરાવતા રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈની રસાકસી જામશે. સાંજે 6-7 વાગે તમામ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરશે. અને 7-7:30 સુધી સાંજની ગંગા આરતી કર્યા બાદ રાત્રે 9:30 વાગ્યે તરણેતર ગ્રામપંચાયત આયોજિત લોકડાયરાની રંગત જામશે…..
તો આ હતી તરણેતરના મેળાની રૂપરેખા, હવે રાહ શેની જુઓ છો…? તો બધા થઈ જાવ તૈયાર અને શનિવારે પહોચી જાવ ભાતીગળ મેળામાં અને માણો આપણી લોક સંસ્કૃતિને….