કોરોના ના નવા ત્રીજા વાયરાની ઘાતકતા અને ગંભીર પરિસ્થિતિ સામે સમગ્ર વિશ્વ સ તર્કબન્યું છે તેવા સંજોગોમાં હવે જ દરેક માટે સાવચેતી નો ખરો સમય શરૂ થયો છે છત અછત અને તંત્રની મર્યાદાના દૂધના પૌરાં હવે નિર્થક બન્યા છે કોરોના વાયરસની બીજી લહેર દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે કોરોના માંથી ઉગારવા અત્યારેસાર્વત્રિક મથામણ ચાલી રહી છે તેવા સંજોગોમાં હજુ પણ બીજી લહેર લહેર મજા આવે તે પહેલાં દરેક માટે જાગૃતિ અને સાવચેતી ની સમજણ અનિવાર્ય છે,આભ ફાટ્યું હોય ત્યાં થીગડું રૂપિયા દેવા જવું જેવી પરિસ્થિતિમાં કોરોના પણ કાચિંડાની જેમ રોજ નવા-નવા રંગ બદલી રહ્યું છે .

તેવા સંજોગોમાં સારવારથી લઈને રોગના લક્ષણો પારખવા અને દવા અને સારવાર ની સાથે સાથે તબીબો ની સુચના મુજબ દવા ઇન્જેક્શન અને સારવારમાં ક્યાંય પણ ઉતાવળ કે ગભરાટનો અતિરેક ન થઈ જાય તેની સાવચેતી રાખવી જોઈશે, સંક્રમણ ની ઝડપ અને રોગની તીવ્રતા વધી રહી છે એ વાત સાચી છે કે હોસ્પિટલની ક્ષમતા કરતા દર્દીઓની સંખ્યા વધુ છે ક્યાંક ક્યાંક દર્દીઓને દાખલ થવા માટે વેટિંગ માં રહેવું પડે છે, જરૂરી દવાઓ ની અછત વર્તાઈ રહી છે પરંતુ સરકાર દ્વારા દરેક દર્દીને જરૂરી સારવાર ઇન્જેક્શન અને દવાઓ લઇને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવા સંજોગોમાં ઉતાવળ ના અતિરેક અને ગભરામણ માં આવીને પોતાનો ઈલાજ પોતાની રીતે કરવાથી દૂર રહેવું જશે બજારમાં મળતી દવાઓ અને કોરોના માટેના ઇલાજ માં વાપરવામાં આવતી દવાઓ ડોક્ટરની સલાહ વગર લેવાનું જોખમ હોવાનું દરેકને સમજી લેવું જશે રેમિસે દેવિર ઇન્જેક્શન ને કોરોના માં અક્સી ર માનવામાં આવે છે,પરંતુ આ ઇંજેક્શન દરેક પોઝિટિવ દર્દીઓ માટે જરૂરી નથી એટલે પોઝિટિવ રિપોર્ટ આવે અને ડોક્ટર ન લખે તો પણ જો મળી જાય તો આપમેળે હા ઇન્જેક્શન લેવાનું વરણ થી દૂર રહેવું જોઈએ કોરોનાના બદલાતા જતા રૂપ અને તેની લાક્ષણિકતાઓ માં મૂળભૂત દવાઓ અને ઇલાજમાં પણ ફેરફાર આવે છે ત્યારે ઉતાવળમાં ક્યાંય ઊંટ વેધા ન થઈ જાય અને બિનજરૂરી દવાઓ અને સારવાર થી તબિયત સુધારવા ના બદલે વધુ ખરાબ ન થાય તેના માટે પણ દરેકે સાવધ રહેવું જોઈએ અફવાઓ અને કૃતિમ ભય થી દુર રહી જરૂરી સાવચેતી માટે સજાગતા રાખવાનું આ સમય દરેકે પારખી લેવો અત્યારના સંજોગોમાં શાણપણ ગણાશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.