બનાસકાંઠાના અંબાજીમાં 6 નરાધમોએ 15 વર્ષની સગીરા પર ગેંગરેપ કર્યો હોવાની વાત સામે આવી છે, ત્યારે ગબ્બર નજીક ઝાડીમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, આ બાબતે સગીરાની માતાએ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ દરમીયાન સગીરા જઈ રહી હતી તે દરમિયાન તેને ખેંચીમાં ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે.

6 નરાધમોએ બળજબરીથી આચર્યું દુષ્કર્મ

બનાસકાંઠાના અંબાજીમાં 6 નરાધમોએ ગબ્બર નજીક ઝાડીમાં સગીરાને ખેંચી જઈ દુષ્કર્મ આચર્યુ છે. ત્યારે સગીરા શખ્સને ઓળખતી હોવાથી બાઈક પર બેઠી હતી, પરંતુ તેને ખબર ન હતી કે તેની સાથે આવી ઘટના બનશે,ત્યારે નરાધમ  6 શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે. આ વાત સગીરાએ ઘરે આવીને તેની માતાને કહી અને માતાએ પોલીસને વાત કરતા પોલીસ પણ ચૌંકી ઉઠી હતી અને ફરિયાદ નોંધી હતી.

તમામ આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર

પોલીસે ઘટનાની જાણ થતાની સાથે જ સગીરાના તમામ રીપોર્ટ કઢાવ્યા છે અને ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે, ત્યારે આ ઘટનામાં પોલીસને આસપાસના CCTV મળ્યા નથી તેમજ તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે,ત્યારે આ ઘટના બનતા અંબાજી પંથકમાં રોષની લાગણી જોવા મળી છે, આ દરમિયાન ધારાસભ્યનું કહેવું છે કે,આ ઘટના ખરાબ કહેવાય અને આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ તેવી માંગ પણ કરી છે.

બાઈક પર બેસાડી સગીરાને

અંબાજી નજીકના ગામમાં રહેતી એક સગીરા સોમવારે સાંજે 4 વાગ્યાના સુમારે ગબ્બર નજીક રહેતા મોટા બાપાના ઘરે જવા નીકળી હતી. ત્યારે તેણી ગબ્બર સર્કલે ઉભી હતી. ત્યારે એક શખ્સ બાઇક લઇને આવ્યો હતો. જેની પાછળ અજાણ્યા બે શખ્સો બેઠા હતા. અને ક્યાં જવુ છે. તેની પૂછપરછ કરી હતી. ત્યારે સગીરાએ મોટા બાપાના ઘરે જવાનું કહેતા શખ્સે તેને કહ્યું કે ત્યાં ઉતારી દઈશ તેમ કહી બાઇક ઉપર બેસાડી છાપરી રોડ ઉપર લઇ ગયો હતો. જ્યાં અન્ય ત્રણ શખ્સો ઉભા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.