વોટસએપ ડેસ્કટોપની જેમ જ આઇપેડ ડીવાઇસમાં ચાલશે
ફેસબુકની પોતાની મેસેજીંગ સર્વિસ વોટસઅપ આઇપેડ વાપરનારા લોકો માટે એક આનંદના સમાચાર લાવ્યું છે. જેમાં હવે આઇપેડ યુઝસો પણ વોટસએપનો ઉપયોગ કરી શકશે. વોટસએપ આ સેવા પર કામ કરી રહ્યું છે.
જેમ ડેસ્કટોપ પર વોટસએપનો ઉપયોગ કરાય છે. તેવી જ રીતે આઇપેડ ડીવાઇસમાં વોટસએપનો ઉ૫યોગ કરાશે. ટવીટર પર ટવીટ કરીને વેબસાઇટ વેબઇટાઇન્ફોએ જણાવ્યું હતું કે, આઇપેડ ડીવાઇસીઝ માટે પણ કંપનીસ વોટસએપ લોન્ચ કરવા જઇ રહ્યું છે. અને તે ડેસ્કટોપની જેમ જ આઇપેડ પર ચાલશે. ઉલ્લેખનીય છે કે પ્રચલીત મેસેજીંગ એપ વોટસએપ સમયાંતરે તેના યુઝરો માટે નવા વઝનની સાથે નવા અપસેટ લઇ આવે છે.
તાજેતરમાં જ વોટસએપ ડીલીટ ફોર એવરીવન ફીચર્સ અપડેટ કર્યુ છે. જેમાં વોટસએપના કરોડો યુઝસો ખોટા ગ્રુપમાં કે કોઇ બીજાને મોકલેલા મેસેજ ડીલીટ કરી શકે છે. આ માટેની અવધી ૭ મીનીટની છે એટલે કે મેસેજ સેન્ડ થઇ ગયા પછી ૭ મીનીટની અંદરના યુઝર્સોએ મેસેજને ડીલીટ કરી શકશે. પરંતુ આ માટે તમામ યુઝસો પાસે વોટસએપનું નવું વર્ઝન ઇન્સ્ટોલ હોવું જોઇએ. આ ઉપરાંત ટુંક સમયમાં વોટસ એપ આઇફોન માટે ગ્રુપ વોઇસ કોલ્સ પણ લઇ આવશે.