માનવ શરીરનો અભિન્ન અંગ એટલે મગજ આપણા શરીરમાં જેટલી જરૂર તમામ અંગોની છે એની સામે જો શરીરમાં મગજ જ ના હોય તો આ તમામ અંગો નકામાં સાબીત થાય છે. જયારે મગજમાં પણ બે ભાગ છે. એક કોન્સીયસ માઈન્ડ અને અનકોન્સીયસ માઈન્ડ (મોટુ મગજ અને નાનુ મગજ) આ બે સિસ્ટમથી આપણુ આખા શરીરનું જોડાણ હોય છે. અને તમામ શરીર નિર્ણયોમાં મગજનું નિયંત્રણ સતત હોય છે.
આપણે જાગતા કે સુતા કરતી તમામ દિનચર્યા મગજથી નિયંત્રીત છે. ત્યારે આપણા મગજને ઉતમકોટીનું બનાવવા માનવ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. તથા રોગો પર પણ નિયંત્રણ કરવા અવાર નવાર વૈજ્ઞાનીકો નવા નવા પ્રયોગો અને નવી નવી ટેકનોલોજીઓ લાવતા રહે છે. ત્યારે મગજનાકોષોને વિકસાવવાટે પણ વૈજ્ઞાનિકો દ્વારા એક અધતન ડિવાઈસ બનાવ્યું છે.
વૈજ્ઞાનિકો દ્વારા એક એવું ઉપકરણ શોધ્યું છે કે જે સ્માર્ટ ફોન દ્વારા નિયંત્રીત થઈ મગજના કોષોને અને ન્યુરલ સર્કીટને નિયંત્રીત કરી શકે છે. મગજના રોગો જેવા કે અલ્ઝાઈમર સહિતના રોગોને ઉજાગર ઝડપથક્ષ કરી શકશે. તથા આ પ્રકારનાં રોગોને કઈ રીતે અટકાવી શકાય તે પણ જાણી શકાશે.
આ ડિવાઈસ લેગોલીક રિપ્લેસબલ ડ્રગ અને શકિતશાળી આઈ બ્લુટ્રથ લો. એનર્જીનો ઉપયોગ કરીને, ચેતાકોષોને લક્ષ્ય બનાવી શકે છે.
આ વાયરલેસ ડિવાઈઝ મગજની ન્યુરોમન્યુલેશનને અને કેમિકા ને કંટ્રોલ કરે છે. આ ડિવાઈઝ વાયરલેસ ન્યુરલ ડિવાઈસતરીકે જાણીતું છે.બુલ્ડરે જણાવ્યુંં હતુ કે આ તકનીકી ન્યુ ઓસીએન્સ્સી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પરંપરાગત પધ્ધતિને નોંધપાત્ર રીતે શોધ કરે છે. જે સામાન્ય રીતે કઠોર ધાતુની નળીઓ અને ઓપ્ટિકલ વયરનો ઉપયાગે કરે છે. જે શરીરનાં ફિઝીકલ પાર્ટસને મગજ સાથે જોડશે.
આ ડિવાઈસ્ટ લોકોના માનસીક રોગો જેવા કે ડિપ્રેશન, માથાનો દુખાવો, અતિરેક અને અન્ય માનસીક બીમારીઓ માટે પણ સહાય રૂપ થશે આવા રોગોમાં નાના મગજ પર અસર કરતા હોય છે. તમામ રોગોમાં નોંધવામાં પણ આવે છે. ઘણાખરા કિસ્સાઓ કેમિકલ ઈબેલેન્સ ને લઈ થતા હોય છે. આજ મહત્વની વાત છે. મગજના કોષોનો વિકાસ એ પણ એટલો જ જરૂરી છે. ત્યારે આ ટેકનોલોજી કોષોને વિકસાવવામાં પણ મદદપ થશે.
આવનારા સમયમાં માનવ સર્જિત એવા અનેક આવિશ્કારો માનવ શરીરના અનેકો ભાગોને ટેકનોલોજી સાથે જોડી રક્ષણ પૂરૂ પાડે તો નવાયની વાત ન કહેવાય.