મલેશિયાએ રવિવારે જાહેરાત કરી છે કે, હવે ભારતના લોકોને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે કોઈપણ ભારતીયને 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર પડશે નહીં. વડા પ્રધાન અનવર ઈબ્રાહિમે કહ્યું કે ભારતના લોકો પર એ જ નિયમો લાગુ થશે જે રીતે ચીનના નાગરિકોને લાગુ પડે છે.
ભારતના લોકોને 30 દિવસ માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે : 1 ડિસેમ્બર થી 30 નવેમ્બર, 2024 સુધી જ લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા આપી છે. આ પહેલા મલેશિયાએ સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, યુએઈ, ઈરાન, તુર્કી અને જોર્ડનને આ સુવિધા આપી હતી. નોંધનીય બાબત એ છે કે આ બધા મુસ્લિમ દેશો છે.
પીએમ અનવર ઈબ્રાહિમે એમ પણ કહ્યું હતું કે, ભારતીય અને ચીનના નાગરિકોને સિક્યુરિટી ક્લિયરન્સ પછી જ વિઝાની છૂટ મળશે. જે લોકોનો ગુનાહિત રેકોર્ડ હોય અથવા હિંસાનો ડર હોય તેમને વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ગૃહમંત્રી સૈફુદ્દીન ઈસ્માઈલ વિઝા ફ્રી એન્ટ્રી અને છૂટ અંગેની વિગતો જાહેર કરશે. નોંધનીય છે કે, ચીને પણ મલેશિયા માટે વિઝા ફ્રી પોલિસીની જાહેરાત કરી છે. જો કે, તે 1 ડિસેમ્બર, 2023 થી 30 નવેમ્બર, 2024 સુધી જ લાગુ થશે. આ અંગે ચીની સરકારનો આભાર માનતા અનવરે કહ્યું કે બંને દેશ આવતા વર્ષે પરસ્પર સંબંધોની 50મી વર્ષગાંઠ ઉજવશે.
ક્યાં દેશમાં ભારતીયો માટે વિઝા એન્ટ્રી ફ્રી છે
ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા મળી છે તેમાં મલેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા, કુક આઇલેન્ડ, હૈતી, જમૈકા, મોન્ટસેરાટ, કિટ્સ એન્ડ નેવિસ, ફિજી, માઇક્રોનેશિયા, નિયુ, ભૂતાન, વનુઆટુ, ઓમાન, કતાર, ત્રિનિદાદ, કઝાકિસ્તાન, મકાઉ, નેપાળ, બાર્બાડોસ, બ્રિટિશ વર્જિન ટાપુઓ, ડોમિનિકા, ગ્રેનાડા, મોરિશિયસ, અલ સાલ્વાડોર, ટ્યુનિશિયા અને સેનેગલનો સમાવેશ થાય છે.