યુરોપ સંઘ કોપર્નીઅસ રોટેલાઈટ સીસ્ટમ દ્વારા બ્રહ્માંડમાં પૃથ્વીને સંબંધીત મળતા તમામ ડેટા ભારત સાથે વહેંચશે
ઔદ્યોગીક, સંરક્ષણને વેપાર સહિતના ક્ષેત્રે દેશો વચ્ચે કરારો થતા રહે છે. પરંતુ હવે, અવકાશી ક્ષેત્રમાં શોધખોળને વધુ પ્રબળ બનાવવા વિશ્ર્વના દેશો આગળ આવ્યા છે. આ માટે યુરોપીયન દેશોએ ભારત સાથે હાથ મિલાવ્યો છે. તાજેતરમાં ઈન્ડીયાના સ્પેશ ડીપાર્ટમેન્ટ અને યુરોપીયન સંઘે મહત્વના કરાર કર્યા છે. જેમાં પૃથ્વી વિશેના શોધખોળના અને સેટેલાઈટ ડેટા એકાબીજાને વહેંચવામાં આવશે.
આ કરારો અંતર્ગત યુરોપીયન યુનિયન તેમની કોપર્નીઅસ સેટેલાઈટ સીસ્ટમાંથી મળતા વૈશ્ર્વિક સ્તરનાં તમામ ડેટા ભારત સાથે શેર કરશે આ કોમર્નીઅસ સેટેલાઈટ સીસ્ટમમાં છ કૌટુંબીક સેટેલાઈટનો સમાવેશ છે. કે જે આપણા ગૃહ પૃથ્વી વિશે વિશાળમાત્રામાં ડેટા સંગ્રહવામાં સક્ષમ છે. અને વિશ્ર્વસનીય માહિતી પૂરી પાડે છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ યુરોપીયન કમિશન વતી કોપર્નીઅસના સ્પેશ પોલીસ ડાયરેકટર ફીલીપ્પ બુનેટે અને ઈસરોના સાયન્ટીફીક સેક્રેટરી પી.જી. દીવાકર વચ્ચે બેંગ્લોરમાં બેઠક થઈ હતી અને આ મુદે કરાર કર્યા હતા.
યુરોપની કોપર્નીઅસ સેટેલાઈટ સીસ્ટમની મહત્વતા એ છે કે, તે બ્રહ્માંડમાં રહેલા ઘટક તત્વોને ડીટેકટ કરવામાં સક્ષમ છે. તેમજ ગ્લોબલ વાર્મિંગને કારણે ઉતરધુવ્રીયમાં ઓગળતા બરફ પર સતત નજર રાખે છે. હવા અને પાણીની શુધ્ધતા ચકાસવા, સમુદ્ર સપાટી નિયત્રીત કરવા ઉપરાંત જંગલોમાં લાગેલી આગ અને પૂર વિશે પણ માહિતી આપવામાં સંપૂર્ણ સીસ્ટમ થકી વર્ષ ૨૦૧૩ અને વર્ષ ૨૦૧૪નું સંકટ ટાળ્યું હતુ વર્ષ ૨૦૧૩માં ભારતે ઓડિસામાં આવેલ સંકટને પહોચી વળતા જયારે વર્ષ ૨૦૧૪માં આંધ્રપ્રદેશમાં આવેલ પૂરની માહિતી માટે આ સેટેલાઈટની મદદ લીધી હતી.
બીજા ગ્રહો ઉપર પહોંચવા નાસાનું લોન્ચીંગ પેડ તૈયાર
અવકાશમાં પૃથ્વી સિવાય અન્ય ગ્રહમાં જીવનની શોધ માટે નાસા આગામી ૧૬મી એપ્રીલે એક સ્પેસક્રાફટ લોન્ચ કરવાનું છે. આ સ્પેસક્રાફટનું નામ એકસ ફાલ્કોન નાઈન છે જે ૧૬મીએ ફલોરીડાના કેપ કાનવરલ એરફોર્સ સ્ટેશનમાંથી લોન્ચ કરાશે.
આ સેટેલાઈટનાં લોન્ચીંગ પહેલા ૨૮ માર્ચે એક ઈવેન્ટ યોજાશે અને આતકે ટ્રાન્સીટીંગ એકસોપ્લાનેટ સર્વે સેટેલાઈટ ટેસ કરાશે. બ્રહ્માંડમાં પૃથ્વીની ફણતે અન્ય હજારો ગ્રહ શોધી કાઢવા આ સ્પેસક્રાફટ સક્ષમ છે. કે જે બ્રહ્માંડમાં નજીકનાં તારાઓની પરિક્રમા કરશે અને આ માટે ટેસ બે લાખ તારાઓની નજીક રહી શોધખોળ કરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,