- ITR ઈ-ફાઈલિંગ પોર્ટલ IEC ૩.૦ ટૂંક સમયમાં લોન્ચ કરાશે
- IEC 2.0ની કામગીરીનો તબક્કો પૂર્ણ
- લોન્ચિંગ માટેની પ્રક્રિયા શરૂ
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ઈ-ફાઈલિંગ ITR પોર્ટલમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યો છે. જે કરદાતાઓને અનુકૂળ રહેશે. અહેવાલ અનુસાર, વિભાગના એક પરિપત્રમાં જણાવામાં આવ્યું હતું કે એક નવું ITR ઈ-ફાઈલિંગ પોર્ટલ IEC ૩.૦ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચિંગ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આંતરિક પરિપત્ર અનુસાર, હાલના ઇન્ટિગ્રેટેડ ઇ-ફાઇલિંગ અને સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (IEC) 2.0 ની કામગીરીનો તબક્કો પૂર્ણ થઈ રહ્યો છે. આ સાથે IEC ૩.૦ એક નવા પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરીને પોતાનું સ્થાન બનાવશે.
શું છે IEC પ્રોજેક્ટ?
IEC પ્રોજેક્ટ ઈ-ફાઈલિંગ પ્લેટફોર્મ ઓફર કરે છે. તે કરદાતાઓને ઇલેક્ટ્રોનિક રીતે તેમના ITR ફાઇલ કરવા, નિયમિત ફોર્મ સબમિટ કરવા અને તે ઉપરાંત પણ અન્ય સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. IEC પ્રોજેક્ટનો મહત્વનો ભાગ સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (CPC) છે. તે ઈ-ફાઈલિંગ પોર્ટલ અને આઈટીબીએની મદદથી ફાઈલ કરાયેલ આઈટીઆરની પ્રક્રિયા હાથ ધરે છે. આ ઉપરાંત, IEC બેક-ઓફિસ પોર્ટલની સુવિધાઓ પણ પૂરી પાડે છે. જેના દ્વારા ફિલ્ડ ઓફિસર્સ ટેક્સ ચૂકવનારના ફાઇલિંગ અને પ્રોસેસિંગ ડેટાને એક્સેસ કરી શકે છે.
IEC નવો પ્રોજેક્ટ :
પરિપત્રમાં મળતી વિગત અનુસાર નવા પ્રોજેક્ટ IEC ૩.૦નો હેતુ માત્ર IEC 2.0 દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ ચાલુ રાખવાનો નથી. પરંતુ તેના બદલે વધુ સારી વ્યવસ્થા ઉભી કરવાનો છે. તેમજ ITRની પ્રક્રિયામાં જરૂરી સુધારા કરવાનો છે. નવી સિસ્ટમ સાથે, ITRની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નવી તકનીકનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કરદાતા ઝડપથી રિફંડ મેળવી શકે. વધુમાં, IEC 2.૦ની ખામીઓ અને ફરિયાદોમાં ઘટાડો કરવાનો હેતુ છે.
નવા પ્રોજેક્ટના ફાયદા ?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશિષ નીરજ કહે છે કે IEC 2.0 થી IEC 3.0માં સંક્રમણ કરદાતાઓ માટે વધુ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ અનુભવ થઈ શકે છે. ગયા વર્ષે IEC 2.0માં, કરદાતાઓ અને વ્યાવસાયિકોને ITR ફોર્મ ડાઉનલોડ કરવા, 26AS ડાઉનલોડ કરવા, સર્વર સંબંધિત ખામીઓ, ચલણ ચુકવણીમાં સમસ્યાઓના હલ લાવવામાં સુધારી કરી શકાશે. પ્રોજેક્ટ IEC ૩.૦ આગામી વર્ષોમાં વિભાગ અને સામાન્ય જનતાની કામગીરી પર મોટા પ્રમાણમાં અસર કરશે.
શા માટે અપગ્રેડ કરવું જરૂરી ?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, સુરત (CAAS)ના પ્રમુખ હાર્દિક કાકડિયા કહે છે કે તહેવારોની સેલ ઑફર્સ દરમિયાન કોઈ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ક્રેશ થતું નથી. બીજી તરફ, ITR ઈ-ફાઈલિંગ પોર્ટલમાં સમસ્યાઓ આવતી રહે છે. ઈન્કમટેક્સ પોર્ટલમાં સમસ્યાઓને લઈને CAAS દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે. તેથી જો ડહાપણનો ઉપયોગ કરવામાં આવે અને પોર્ટલને સમયસર અપગ્રેડ કરવામાં આવે, તો મુશ્કેલીઓ અટકાવી શકાય છે, અને સાથે સાથે અનેક મુકદ્દમા પણ ટાળી શકાય છે.