સૌરવ ગાંગુલીના અધ્યક્ષપદ હેઠળની ટેક્નિકલ સમિતિએ સ્વીકાર્યુ કે રણજી ટ્રોફી સ્પર્ધાનો નોક-આઉટ તબક્કો રાઉન્ડથી શરૂ થવો જોઈએ
બી. સી. સી. આઈ.ની ટેક્નિકલ સમિતિ તરફથી કરાયેલી કેટલીક ભલામણમાં ૨૦૧૮-૧૯ની રાષ્ટ્રીય સર્કિટની ક્રિકેટ મોસમની શરૂઆત વિજય હઝારે ટ્રોફી માટે વન-ડે મેચોની સ્પર્ધાથી કરવાનો તથા રણજી ટ્રોફીમાં એક વધુ રાઉન્ડ રમાડવાનો સમાવેશ છે. કોલકાતા ખાતે યોજાયેલ અઢી કલાક લાંબી બેઠકમાં વર્તમાનમાં વપરાતા એસ. જી. બ્રાન્ડના બોલને બદલે કૂકાબુરા બ્રાન્ડના બોલનો રણજી ટ્રોફી સ્પર્ધામાં ઉપયોગ કરવા માટે પણ વિગતવાર ચર્ચા થઈ હતી.એક મુખ્ય સૂચનમાં ૧૬ ટીમના રાઉન્ડનો રણજી ટ્રોફીમાં ઉમેરો કરવા માટેનો હતો.
ટીમના કેપ્ટનો અને કોચનું માનવું છે કે રણજી ટ્રોફી સ્પર્ધાનો નોક-આઉટ તબક્કો રાઉન્ડથી શરૂ થવો જોઈએ અને આ સૂચનને સૌરવ ગાંગુલીના અધ્યક્ષપદ હેઠળની ટેક્નિકલ સમિતિએ સ્વીકાર્યું હતું જેથી હવેથી આઠ મેચ વધુ રમાશે અને ૧૬ ટીમો પણ એક મેચ વધુ રમશે.સમિતિનું માનવું હતું કે રણજી ટ્રોફી ઑક્ટોબરથી રમાડવામાં ઘણી મેચોને હવામાનની અસર થાય છે જેથી નવી ક્રિકેટ મોસમની શરૂઆત વિજય હઝારે ટ્રોફી સ્પર્ધા સાથે થશે.
મહિલા ક્રિકેટ માટે પણ સમિતિમાં ચર્ચા કરાઈ હતી અને નક્કી કરાયું હતું કે ભારતીય મહિલા ટીમ હવે ટેસ્ટ મેચો ન રમતી હોવાથી તેઓ માટે વન-ડે ઈન્ટરનેશનલ અને મેચો પર ધ્યાન અપાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com