શબરીમાલા મંદિરના દરવાજા તમામ વયની મહિલાઓ માટે ખોલવાનો આદેશ કરનારી સુપ્રીમનું કોર્ટનો વધુ એક મહત્વપૂર્ણ મુદ્દા પર સુનાવણી યોજવાનો નિર્ણય
મેરા દેશ બદલ રહા હૈ લાંબા સમયની કવાયત બાદ કેરળનું સુપ્રસિઘ્ધ સબરીમાલા મંદીર અનેક વિવાદો વિરોધ વચ્ચે દાયકાઓ પછી તમામ વયજુથની મહિલાઓ ના દર્શન માટે દરવાજા ખોલી આપનારી સુપ્રીમ કોર્ટ હવે મુસ્લિમ મહીલાઓને બંદગી માટે પણ મસ્જીદના દરવાજાઓ ખુલવાની કવાયત હાથ ધરવા સહમતિ દર્શાવી છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ મહીલાઓને પણ ઇબાદત માટે મસ્જીદમાં જવાની પરવાનગી માટેનો રસ્તો ખોલવાની દિશામાં આગળ વધવા નિર્દેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ એસ.એ. બોબેડે અને એસ. અબ્દુલ નજીરની સંયુકત ખંડપીઠે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને રાષ્ટ્રીય મહીલા પંચને એક નોટિસ પાઠવીને મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ આપી શકાય તે માટે આ સંસ્થાઓની ભૂમિકા અંગે જવાબ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં પુણુ સ્થિત દંપતિએ મહિલાઓના સમાનતાના મુળભુત અધિકારોના ભંગ જેવી આ પ્રથામાં મહિલાઓને મસ્જીદમાં પ્રવેશ નહી આપવાના મુદ્દે ન્યાયની માંંગણી કરી હતી.આ દંપતિએ સાર્વજનીક સંસ્થાઓ જેવી મસ્જીદોમાં સબરીમાલાની જેમ મુસ્લીમ મહીલાઓને ઇબાદત કરવાની પરવાનગી મળવી જોઇએ એવી માંગ કરી છે.
શું ભુતપૂર્વ અધિકારો બીજા લોકો માટે પણ માંગી શકાય? શું આ માટે વ્યકિત ગત અરજી કરવાની સરકારી સંસ્થાઓ સામે ફરજ પાડી શકાય તો તેમાં બીન સરકારી સાર્વજનીક સંસ્થાઓને જોડી ન શકાય? કાયદામાં બંધારણની કલમ ૧૪ માં સમાનતાના અધિકારો શું આ અંગે સરકારની ભુમિકા અંગે ખંડપીઠે સવાલો ઉઠાવ્યા હતાં.
અરજદારના વકીલે દલીલ કરી હતી કે ધાર્મિક સંસ્થાનોમાં સમાનતાના મુળભૂત અધિકારોની જાળવણીની માંગણી ઉઠી છે. મુંબઇની હાજઅલીના દરગાહમાં એપેક્ષ કોર્ટના ચુકાદાથી મહિલાઓને પ્રવેશ મળ્યા હોવાની રજુઆત કરી હતી. જેથી કોર્ટે આ અંગે અભ્યાસ શરુ કરીને નોટીસ ઇસ્યુ કરીને સબરીમાલા ચુકાદા અનુસંધાને આ સુનાવણી આગળ વધારવા ના દરવાજા ખોલ્યા છે.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રજસ્લાવા મહિલાઓ માટે સબરીમાલાના દરવાજા ખોલી દીધા હતા. ભગવાન અપઅપ્યાના મંદીરમાં ૧૦ થી લઇ પ૦ વર્ષની મહીલાઓને પુજા કરવાની પરીવાનની આપી હતી. મુસ્લિમ મહિલાઓના મસ્જીદ પ્રવેશના મુદ્દે યાસ્મીન અને જુબેર એહમદ પીરજાદાએ કોર્ટમાં હાલની મહિલાઓ માટે મસ્જીદમાં પ્રવેશ નિષેધની પ્રથાને ગેરકાનુની અને ગેરબંધારણીય ગણી સમાનતાના અધિકારો ભંગ જેવી આ પ્રથા રદ કરીને મુસ્લીમ મહિલાઓને મસ્જીદમાં ઇબાદત કરવા જવા માટેની માંગ કરી છે.
પુરુષોની જેમ મહીલાઓને પણ પોતાના શ્રઘ્ધા મુજબ ઇબાદત કરવાનો અધિકાર છે હાલમાં જમાતે ઇસ્લામી અને મુજાહિદ દ્વારા આ અંગેની છુટ આપવામાં આવે છે. જયારે સુન્ની ફિરકામાં મહિલાઓને પુરુષની જેમ જ છુટ આપવાની માંગ કરી છે. અરજદારે જણાવ્યું હતું કે મુસ્લિમોના મુળ ધર્મ કેન્દ્ર મકકામાં જાતિ આધારીત ભેદભાવ વગર તમામને ઇબાદત કરવાની છુટ છે. વિશ્ર્વના પવિત્ર ગ્રંથ કુરઆનમાં પણ મહીલા અને પુરુષો વચ્ચે કોઇ ભેદભાવ નથી આ શ્રઘ્ધાનો વિષય છે પરંતુ આજે ઇસ્લામમાં મહિલાઓ વિરોધી કેટલીક પ્રથાઓ ચાલી રહી છે.
ઇસ્લામના મહંમદ પયંગમ્બરના વખતમાં મુસ્લિમો મહીલાઓને મસ્જીદમાં જવાની પરવાનગી હતી. અત્યારે મહિલાઓને ઇબાદત ગાહોમાં જવાની મંજુરી અપાતી નથી.આજે પણ મકકામાં પુરુષો-મહિલાઓ વચ્ચે ભેદભાવ નથી તો મસ્જીદમાં મહિલાઓને જવાની મુસ્લિમ મહિલાઓને શા માટે મનાય? આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત વિવિધ મુસ્લિમ સંસ્થાઓને નોટીસ આપીને જવાબ રજુ કરવા તાકીદ કરે છે.