નીતિ આયોગની કિં ટેન્ક દ્વારા દરખાસ્ત પર વિચારણા: જોડિયા સહિતના સૌરાષ્ટ્રના બંદરોના વિકાસનો માર્ગ મોકળો થાય તેવી શકયતા
સરકાર હવે એરપોર્ટ, બંદરો, રોડ-રસ્તા સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટ ખાનગી કંપનીઓના હવાલે કરવા જઈ રહી છે. આ પગલાી મુડી રોકાણ વધારવાની અપેક્ષા સરકારની છે. નીતિ આયોગની ીંક ટેન્કે હાલ આ ક્ષેત્રોને ખાનગી કંપનીઓના હવાલે કરવાની દરખાસ્ત ઉપર વિચારણા હા ધરી છે.
ગ્રીન ફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખાનગી મુડી રોકાણોના કારણે વિકાસનો વેગ વધશે તેવી આશા સેવાઈ રહી છે. આ પગલાી સરકારી ફંડ પણ ફ્રિ રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. નીતિ આયોગના પગલાી સૌરાષ્ટ્રના જોડીયા જેવા બંદરોને પણ ફાયદો વાની સંભાવના છે. જો કોઈ ખાનગી કંપની જોડિયા ઉપર ધ્યાન કેન્દ્રીત કરે તો જોડીયા અને કંપનીના વિકાસનો માર્ગ મોકળો બનશે. સૌરાષ્ટ્રના અનેક એરપોર્ટ અને બંદરો વિકાસી વંચિત છે. માટે હવે ખાનગી કંપનીઓના માધ્યમી સરકાર આ ક્ષેત્રનો વિકાસ કરવા ઈચ્છે છે.
સરકાર એરપોર્ટ અને બંદરો તેમજ ઓપરેશનલ રોડ-રસ્તા ખાનગી કંપનીઓને વેંચી નાખશે અવા તો લાંબાગાળા માટે લીઝ ઉપર આપશે. તાજેતરમાં જ સરકારે ખોટમાં જઈ રહેલી એર ઈન્ડિયાના ખાનગીકરણ માટેનો વિચાર વ્યકત કર્યો હતો. હવે સરકાર એરપોર્ટ અને બંદરો પણ ખાનગી કંપનીને અપાય તેવું ઈચ્છે છે. વિદેશી મુડી રોકાણો આ ક્ષેત્રોમાં બહોળા આવે તેવી શકયતા છે. ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ માટે આગામી ૫ વર્ષમાં ૪૨ લાખ કરોડની જ‚ર પડશે તેવો અંદાજ તાજેતરમાં જ નાણા પ્રધાન અ‚ણ જેટલીએ વ્યકત કર્યો હતો. માટે હવે આ ખર્ચને પહોંચી વળવા ખાનગી કંપનીઓનો સા જ‚રી બની ગયો છે.