મંદિરો બંધ રહ્યાં, ભાવિકોએ બહારથી જ દર્શન કરી પ્રાર્થના કરી
વિક્રમ સવંત 2079 નવા વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સામગ્ર ભારતમાં જોવા મળ્યું હતું. દેશનું પૂર્વ દિશાના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને બાકી શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. ગ્રહણની શરૂઆત બપોરે 2:38 કલાકે થશે અને સાંજે 4:23થી ઈટાનગરમાં ચંદ્રોદય સાથે જ ગ્રહણ જોવા મળશે. ગ્રહણ 6:19 કલાકે પૂર્ણ થશે. પંચનાથ મંદીર આજે ચંદ્ર ગ્રહણ હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું.
ચંદ્ર ગ્રહણ તમામ રાશિઓ પર મહત્વપૂર્ણ શુભ-અશુભ અસર પણ પાડશે. ચંદ્રગ્રહણમાં સૂતકનો સમયગાળો ગ્રહણ શરૂ થતાં 9 કલાકનો સમય લેશે. મોટાભાગના મંદિરો આજે ભક્તો માટે બંધ રહેશે, ચંદ્ર ગ્રહણ પૂર્ણ થયા બાદ ભગવાનની આરતી કરવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે મંદિરો બંધ રહ્યા હતા. તો ખગોળમાં રસ ધરાવતા લોકોએ વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણથી ચંદ્રગ્રહણનો નજારો માણ્યો હતો.
આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ : યોગેશભાઈ ભટ્ટ પુજારી
પંચનાથ મંદીરના પુજારી યોગેશભાઈ ભટ્ટ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યુ કે પંચનાથ મંદીર આજે ચંદ્ર ગ્રહણ હોવાથી બંધ રાખવામાં આવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ભારતની અંદર મંદિરો બંધ રહશે. બપોરે 4:10 મિનિટે સૂર્ય અને ચન્દ્ર એક થસે. અને ચન્દ્ર ગ્રહણ શરુ થશે. ચંદ્રગ્રહણ એક મહત્વનું ગ્રહણ છે. ગરીબોને દાન આપવાથી પુણ્ય મળે છે. ચંદ્રગ્રહણ પૂરું થયાં બાદ ભગવાનની સ્નાન વિધિ, ભગવાનના વસ્ત્ર બદલાવી, આરતી કરવામાં આવશે. મંદીરના દ્વાર 6:30 વાગ્યે ખુલશે. ચંદ્ર ગ્રહણ આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ છે. હવે પછી ર8 ઓકટોબર વર્ષ 2023માં ચંદ્ર ગ્રહણ જોવા મળશે. ચંદ્રગ્રહણ હોવાથી પંચનાથ મંદીરના બહારથી જ દર્શન કર્યા હતા તેમજ જણાવ્યું હતું.
દર્શનાર્થી હરેશભાઈ ભીંડી અબતક સાથે થયેલી વાતચિતમાં જણાવ્યુ કે આજ ચંદ્રગ્રહણ હોવાથી પંચનાથ મંદીરના દ્વાર બંધ છે એટલે મંદીરની બહારથી જ દર્શન કર્યા.
હતા.મંદીરના પુજારીએ કહ્યું કે 6:30 વાગ્યે મંદીરના દ્વાર ખોલવામાં આવશે. ત્યાર બાદ આરતી કરવામાં આવશે આ જ રીતે દ્રારિકા, ડાકોર, અંબાજી મંદિરે પણ ગ્રહણને લગતી ધાર્મિક શ્રઘ્ધા અને માન્યતાને ઘ્યાનમાં રાખી મંદિરો બંધ રહ્યા હતા.