1લી ઓક્ટોબર 2023થી ટીસીએસનો નવો નિયમ લાગુ પડશે
ટીસીએસ એ સ્ત્રોત પર એકત્રિત કર છે. એટલે સ્ત્રોત પર વસૂલવામાં આવેલ કર. આ ટેક્સ ચોક્કસ પ્રકારના સામાનના વ્યવહાર પર લાદવામાં આવે છે. ટીસીએસ એકત્રિત કરવાની અને તેને સરકારમાં જમા કરાવવાની જવાબદારી માલ વેચનાર વ્યક્તિની રહે છે. મતલબ કે તે વેચનારની જવાબદારી છે. કિંમત મેળવવાના સ્ત્રોતમાંથી ટેક્સ વસૂલવાને કારણે તેને ટેક્સ કલેક્ટેડ એટ ધ સોર્સ એટલે કે ટીસીએસ કહેવામાં આવે છે. આવકવેરા કાયદાની કલમ 206C (1) મુજબ, વ્યવસાય હેતુઓ માટે અમુક વસ્તુઓના વેચાણ પર જ ટીસીએસ કાપવાનો નિયમ છે જોકે સોદો અંગત વપરાશ માટે હોય ત્યારે એવું લાગતું નથી.
કેન્દ્ર સરકારે ટેક્સ કલેક્શન એટ સોર્સ ના અમલીકરણની મુદત 3 લંબાવી દીધી છે હવે સુધારિત ટીસીએસ રેટ્સ 1 ઓક્ટોબર 2023થી લાગુ પડશે. બુધવારે કેન્દ્રીય નાણા મંત્રાલયે આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું કે વ્યક્તિ દીઠ વાર્ષિક 7 લાખ રુપિયા સુધીની રકમ માટે વિદેશી ટ્રાવેલ ટૂર પેકેજ માટે એલઆરએસ હેઠળ તમામ હેતુઓ માટે ટેક્સ કલેક્શન એટ સોર્સના રેટમાં કોઈ ફેરફાર નથી કરાયો.
સરકારે સુધારિત ટીસીએસના અમલીકરણ માટે વધુ 3 મહિનાનો સમય પણ આપ્યો છે જે હવે 1 ઓક્ટોબર 2023થી લાગુ પડશે. રૂપિયા 7 લાખથી વધુ વિેદેશી ક્રેડિટ કાર્ડ ખર્ચ પર 20 ટકા ટીસીએસ લાગશે જોકે આવા ખર્ચ તબીબી અથવા શૈક્ષણિક હેતુ માટે કરવામાં આવે છે, તો 5 ટકા ટીસીએસ વસૂલવામાં આવશે. વિદેશી શિક્ષણ માટે લોન લેનારાઓ માટે, 7 લાખની ઉપરની રકમ માટે 0.5 ટકા જેટલો ઓછો ટીસીએસ લાગુ પડશે.