3.50 લાખથી વધુને રોજિંદી બીમારીની દવાઅને ઇમરજન્સી સેવાનો મળ્યો લાભ
રાજકોટમાં ઔદ્યોગિક ઝોન તેમજ ક્ધસ્ટ્રક્શન સાઈટ વિસ્તારમાં શ્રમિકો મજૂરોને થતી આકસ્મિક ઇજા સમયે તુરંત જ સારવાર, રોજીંદી બીમારીની દવા અને લેબોરેટરી રિપોર્ટ તેમજ ગ્રામીણ ક્ષેત્રના લોકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સંવેદનશીલ રાજ્ય સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ખાસ આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ બનાવી છે. 108 ઇમરજન્સી સેવા જેમ જ મેડિકલ ટીમ સાથે આ વાન વિવિધ શ્રમિક ઝોનમાં ઉપસ્થિત હોઈ છે.
આ અંગે વિગત આપતા પ્રોજેક્ટ કોર્ડીનેટર જયેન્દ્ર સોલંકી જણાવે છે કે, જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. દ્વારા સંચાલિત આરોગ્ય સંબંધી સેવા પુરી પાડતી ધન્વંતરિ આરોગ્ય રથ, મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ મેડિકલ યુનિટ, શ્રમિક આરોગ્ય સંજીવનીની કુલ 12 વાન ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનો અત્યાર સુધીમાં 3.50 લાખથી વધુને લાભ મળ્યો છે.
વાન વિષે વધુ માહિતી અપતા સોલંકીએ જણાવ્યું હતું કે, ધન્વંતરિ આરોગ્ય રથ ક્ધસ્ટ્રક્શન સાઈટ પરશ્રમિકો માટે કાર્યરત હોઈ છે. શ્રમિકોને તાવ, શરદી, પેટમાં દુખાવો, ગેસ- એસિડિટી, ઝાડા, ઊલટી, નબળાઇ, માથાના દુ:ખાવો વિગેરે જેવા નાના મોટા રોગમાં દવા પુરી પાડી તેમનો કિંમતી સમય બચાવી શકાય છે. આકસ્મિક ઇજા સમયે શ્રમિકોને સ્થળ પરજ પ્રાથમિક સારવાર પુરી પાડી તેમનુ અમૂલ્ય જીવન બચાવે છે.
મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ મેડિકલ યુનિટ ખાસ કરીને ગ્રામીણ, આદિવાસી વિસ્તારો કે જ્યાં આરોગ્ય કેન્દ્ર, સરકારી દવાખાના ઉપલબ્ધ હોતા નથી તેવા વિસ્તારોમાં આ યુનિટ ફરજ બજાવે છે.
તમામ વાનમાં ડોક્ટરની ટીમ, લેબોરેટરી કે જેમાં પ્રાથમિક રિપોર્ટ થઈ શકે તે પ્રમાણે સુવિધા ઉપલબ્ધ રહેલી હોઈ છે. જે એક નાના દવાખાનાની ગરજ સારે છે તેમ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેર જણાવે છે.