નવા સાહસમાં વ્યકિતગત માલિકીના વાહનોનું ઇન હાઉસ નિર્માણ કરાશે
મુંજાલની માલિકીની હીરો મોટર કોર્પોરેશન દ્વારા તેના પાર્ટનર હોન્ડાને રોયલ્ટી ચુકવવામાં નહી આવે જાયન્ટ ટુ- વ્હીલર હવે તેના ઇન હાઉસના આર એન્ડ ડી યુનિટ ખાતે જયપુરમાં ટેકનોલોજીનું સર્જન કરવામાં આવશે.
હીરો અને હોન્ડા દ્વારા સંયુકત સાહસને વ્યકિતગત કરવા માટે શ‚આત ૨૦૧૦ ના અંતમાં કરવામાં આવી હતી. મુંજાલ્સને અત્યાર સુધીમાં કરોડોની રોયલ્ટી જાપાનીઝ ટુ-વ્હીલરને ચુકવવી પડી હતી. ગત વર્ષે રોયલ્ટી પેટે ૧૮.૪૪ કરોડ ચુકવવાનો વારો આવ્યો હતો. હીરો મોટર કોર્પ હવે તે રોયલ્ટીની રકમને અન્ય ખર્ચ માટે વાપરી નેતૃત્વ ઇચ્છે છે.
જુની બ્રાન્ડ જયારે વેંચાણ વગર પડી રહે છે ત્યારે નવા લોચીઝ માટે ખાસ ઘ્યાન આપવાની કામગીરી હાથ ધરી છે. હોન્ડાના જુના મોડલ્સ હવે જુનવાણી થઇ ગયા છે જેનું સ્થાન વધારે ક્ધટેપરરી ટુ વ્હીલરે લઇ લીધું છે. દા.ત. માએસ્ટ્રો એ જ અને ડયુએટ સ્કુટર જૂના માએસ્ટ્રોના સ્થાને બજારમાં નવા ગ્લેમર સાથે ઇગ્નિટર અને ન્યુ સ્પેલેન્ડર આઇ સ્માર્ટ ૧૧૦ હવે પેસન એકસ્પ્રોના સ્થાને આવી ગયા છે. જેમાં વેન્ડર્સ પ્લાન સાથે ફેમિલિયર છે હીરો હજુ પણ આ વર્ષના અંતે તદ્દન નવા ન્યુ પેશન લેટર બહાર પાડશે. હીરો મોટર કોર્પોરેશનના વકતા દ્વારા રોયલ્ટી મામલે કોઇ કોમેન્ટ કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૦માં દાખલ કરાયેલ એગ્રીમેન્ટ હેઠળ હીરો દ્વારા હોન્ડાને ૨,૩૫૦ કરોડથી વધુ જુની પ્રોડકટ માટે ચાર હપ્તામાં જુન ૨૦૧૪માં ચુકવવામાં આવ્યા હતા. ત્યારબાદ રોયલ્ટી કમિટમેન્ટ લાઇસન્સ-બી પ્રોડકટ માટે જ કરવામાં આવ્યુઁ હતું ત્યારબાદ ટુ વ્હીલરો ડે જે જાપાનીઝ કંપની સાથે એગ્રીમેન્ટ કરાયું હતું. તે મુજબ માત્ર હીરો દ્વારા જ નિર્માણ કરવામાં આવ્યા હતા. જેમાઁ પેસન એકસ્પ્રો, ઇગ્નિટ અને માએસ્ટ્રો સ્કુટરનો સમાવેશ થાય છે. આ રોયલ્ટી ૩૦ જુન ૨૦૧૭ સુધીમાં ભરવાની હતી. ત્યારબાદ નવા એગ્રીમેન્ટ સાઇન કરવાના હતા. ત્યારે મુંજાલે તેનો ઇન્કાર કર્યો હતો. હીરો પાસે હવે તેની પોતાની પ્રોડકટનો પોર્ટફોલિયો છે જેમાં ડીઝાઇન અને ડેવલપમેન્ટ ઇન હાઉસ્ કરવામાં આવશે અને લાયસન્સ-બી પ્રોડકટના જુના ગ્રાહકો માટે જ હીરો આગામી ૧૦ વર્ષ સુધી પાર્ટ પુરા પાડશે. એવું હીરોના એક સીનીયર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.