આફતને અવસરમાં ફેરવવાનો મોકો….
અમેરિકાની ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો અને સંશોધકોએ ગરમીમાંથી વિજળી ઉત્પન્ન કરવાની નવી રીત શોધી કાઢી છે. સંશોધનકારોએ ગરમીને પકડવાનો અને તેને વિજળીમાં રૂપાંતરીત કરવાનો એક નવો રસ્તો શોધી કાઢયો છે જે ગાડીનાં એકઝોસ્ટ, સ્પેસ પ્રોબ્લેમ અને ઔધોગિક પ્રક્રિયાઓથી ઉર્જા ઉત્પાદનની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે. અમેરિકામાં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો અને સંશોધકોએ થર્મો ઈલેકટ્રીક સેમી કંડકટરનો ઉપયોગ કરી ગરમીને વિજળીમાં રૂપાંતરીત કરી શકાય તે પ્રકારની ડિઝાઈન બનાવી નવો રસ્તો શોધી કાઢયો છે.
સાયન્સ એડવાન્સનાં જનરલમાં પ્રકાશિત થયેલા એક અદ્યયનમાં આ પઘ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે અને પેરામેગનસ નામના નાના કણો પર આ પઘ્ધતિ આધારીત હોવાનું પણ ખુલ્યું છે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી શોધનાં કારણે હાલની તુલનામાં ગરમીથી વધુ વિદ્યુત ઉર્જા બનાવવામાં સમર્થ હોવાનું પણ સામે આવ્યું છે. સંશોધનકારોએ જણાવતા કહ્યું હતું કે, આ પઘ્ધતિ કંઈક અલગ છે કે જે આજ સુધી કોઈપણ વ્યકિત કે સંસ્થા માટે તેને બનાવવું શકય ન હતું. અદ્યયનમાં નોંધાયું છે કે, કોઈપણ ચુંબક જયારે ગરમ થાય છે ત્યારે તેનું ચુંબકતત્વ ગુમાવે છે અને જેને પેરા મેગ્નેટીક કહેવાય છે અને તે ઉર્જા ઉત્પન્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
વૈજ્ઞાનિકોએ જણાવતાં કહ્યું હતું કે, મેગ્નેટીઝમનાં પ્રવાહથી થર્મો ઈલેકટ્રી સીટી નામની એક ઉર્જાનું નિર્માણ થાય છે કે જે વિજળી ઉત્પન્ન કરવા માટે અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ પરીબળ વૈજ્ઞાનિકો દ્વારા માનવામાં આવે છે. પરંપરાગત રીતે જો પેરા મેગનેટને ગરમ કરવામાં આવે તો વિજળીનું ઉત્પાદન કરવું શકય બનતું નથી ત્યારે સંશોધનકારોએ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, જયારે કોઈપણ ચુંબક ગરમ થાય છે ત્યારે તેની મોટાભાગની ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે અને તે પેરામેગ્નેટીક બની જાય છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમ સસ્તી હોવાનાં કારણે પરંપરાગત રીતે ઉર્જા ઉત્પાદનમાં વધારો થશે અને અસમીભુત ઈંધણ પર નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.