• ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો મોટો નિર્ણય : કંપનીએ એક કલાકની અંદર કેશલેસ સારવારની મંજૂરી આપવા અંગે નિર્ણય લેવાનો રહેશે

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. જેમાં વીમા કંપનીઓને સૂચના અપાઈ છે કે તેમણે 1 કલાકની અંદર કેશલેસ સારવાર અંગે નિર્ણય લેવો પડશે. ઉપરાંત, વીમા કંપનીઓએ ડિસ્ચાર્જની રિક્વેસ્ટ મળ્યાના 3 કલાકની અંદર મંજૂરી અંગે નિર્ણય લેવાનો રહેશે.

સ્વાસ્થ્ય વીમો લેનારા લોકોને મોટી ભેટ મળી છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ સ્વાસ્થ્ય વીમા પોલિસી માટેના નિયમનકારી ધોરણોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે વીમા કંપનીએ યુઝર્સની વિનંતીના એક કલાકની અંદર કેશલેસ સારવારની મંજૂરી આપવા અંગે નિર્ણય લેવાનો રહેશે અને કોઈ પણ સંજોગોમાં પોલિસી લેનાર વ્યક્તિએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાની રાહ જોવી પડશે નહીં.

જો તેમાં ત્રણ કલાકથી વધુ સમય લાગે તો, બિલ વીમા કંપનીને ચૂકવવું પડશે. આ માટે આઈઆરડીએઆઈ એ આને લગતો એક માસ્ટર સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે, જેમાં અગાઉના 55 પરિપત્રોને રદ્દ કરવામાં આવ્યા છે, જેથી કરીને યુઝર માટે વીમો મેળવવો સરળ બને અને તેમનો વિશ્વાસ જળવાઈ રહે.

આઈઆરડીએઆઈએ તમામ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તે તમામ સુવિધાઓ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ બહાર પાડે. વીમા કંપનીઓએ પોલિસી સાથે ગ્રાહકની માહિતી પત્રક પણ આપવું પડશે. જો બહુવિધ પોલિસી હોય તો કસ્ટમરને પસંદ કરવાની સ્વતંત્રતા હશે. ક્લેમ ન લેનારા પોલિસી ધારકોને ઓફરો આપવી પડશે. જેઓ પોલિસી અધવચ્ચે જ સમાપ્ત કરે છે તેમને કંપનીએ પૈસા પરત કરવાના રહેશે.

હેલ્પ ડેસ્ક સ્થાપવા માટે સૂચન

આઈઆરડીએઆઈ કહ્યું કે, વીમા કંપનીએ ઈમરજન્સી કેસમાં મળેલી વિનંતીઓ પર તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. આ માટે આઈઆરડીએઆઈએ વીમા કંપનીઓને 31 જુલાઈ સુધીમાં કર્મચારીઓની નિમણૂક કરવાનો આદેશ પણ આપ્યો અને કહ્યું કે, વીમા કંપનીઓ હોસ્પિટલોમાં હેલ્પ ડેસ્ક પણ બનાવી શકે છે, જ્યાંથી લોકોને સરળતાથી મદદ કરી શકાય. નવા ધારાધોરણો અનુસાર, એક કરતાં વધુ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ધરાવતા પોલિસીધારકો પાસે પોલિસી પસંદ કરવાનો વિકલ્પ હશે કે, જેના હેઠળ તેઓ સરળતાથી જરૂરી રકમ મેળવી શકે.

મોટાભાગના પોલિસીધારકોને વિલંબ સહન કરવો પડતો હતો

એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, હેલ્થ ઈન્સ્યોરન્સ લેનારા 43 ટકા લોકોએ હેલ્થ ક્લેમ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા કિસ્સાઓમાં, દર્દીને રજા આપવામાં 10-12 કલાક જેટલો સમય લાગી જતો હતો. જો સમાધાન ન થાય તો ડિસ્ચાર્જ કરવામાં આવતા ન હતા અને આ દરમિયાન હોસ્પિટલનો ખર્ચ દર્દી અને તેના પરિવાર પર બોજ બની જાય છે અને આવું ઘણા કિસ્સામાં બન્યું છે. ઘણી વખત હોસ્પિટલો દર્દીઓ પાસેથી વધારાના પૈસા વસૂલતી હોય છે, જેના કારણે તેમને સ્વાસ્થ્ય વીમો લેવાનો ખાસ લાભ મળ્યો નથી. હવે આઈઆરડીએઆઈ એ આ મામલે કડક વલણ દાખવ્યું છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.