ગુજરાતના 17 જિલ્લાઓમાં પાણીનો પૂરવઠો સુનિશ્ર્ચિત કર્યા બાદ ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણી ઉપલબ્ધ કરવાની દિશામાં વધુ એક પગલું
અબતક,નવી દિલ્હી
આણંદ, બોટાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર અને વડોદરામાં ગ્રામીણ વિસ્તારોમાં 100% તમામ ઘરોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો તેમજ 17 જિલ્લા એટલે કે, મોરબી, જામનગર, પાટણ, ભરૂચ, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમદાવાદ, નવસારી, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર અને ખેડામાં 90% કરતાં વધારે પરિવારોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો સુનિશ્ચિત કર્યા પછી ગુજરાત ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણીનો પૂરવઠો ઉપલબ્ધ કરાવવાની દિશામાં ઘણુ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. રાજ્ય લગભગ 90% ગ્રામીણ પરિવારો પાઇપ દ્વારા પીવાલાયક પાણીના પૂરવઠાની પહોંચ ધરાવે છે. રાજ્ય ઓક્ટોબર 2022 સુધીમાં 100% પરિવારો સુધી નળ દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય ધરાવે છે.ભાવનગર જિલ્લાના ગામડાંઓને બે પ્રકારે સ્રોત ઉપલબ્ધ થાય તેવું આયોજન થઇ રહ્યું છે. સારા ચોમાસાના કારણે, આ વર્ષે ખુલ્લા કુવાઓમાં 8-18 ફુટ સુધી પાણીની સપાટીમાં વધારો થયો હોવાથી તેનો ઉપયોગ પીવાલાયક પાણીના પૂરવઠા માટે કરવામાં આવી રહ્યો છે. સુકા મહિનાઓ દરમિયાન, ગામડાઓ મહી પરેજ પ્રાદેશિક પાણી પૂરવઠા યોજનનાની મદદથી પાણી મેળવે છે (આ યોજનાને જ્યારે જરૂર પડે ત્યારે મહી નદી તેમજ નર્મદાનું પાણી મળે છે). ૠઠજજઇ દ્વારા ગ્રામ્ય સ્તર સુધી પાણીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. આ જિલ્લામાં વરસાદી પાણીનો સંગ્રહ કરતા હોય ગ્રામીણ પરિવારોની સંખ્યા પણ ઘણી વધારે છે. એટલે હવે ટૂંક સમયમાં ભાવનગરમાં પણ ‘હર ધળ જળ’ યોજના સુનિશ્ર્ચિત કરાશે.ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપ દ્વારા પીવાલાયક પાણીનો પૂરવઠો પહોંચાડવાની ઝડપી ગતિએ આગળ વધી રહેલી કામગીરીમાં કેટલાક પરિબળોએ ઉત્પ્રેરકની ભૂમિકા નિભાવી છે.
ઋઇંઝઈની સંતૃપ્ત ગામડાઓમાં વધુ તાલીમ
ઠઅજખઘએ ભવિષ્યવાદી અભિગમ અપનાવીને, ઇન-વિલેજ યોજનાઓની ઘ। માહિતી એકત્રિત કરવા માટે અને તેનું વિશ્લેષણ કરવા માટે ગામડાઓની પાણી સમિતિ/ગ્રામ પંચાયતની ક્ષમતાનું નિર્માણ; પાણીની ગુણવત્તાના પરીક્ષણ અને ખઈંજ માં ડેટા અપલોડ કરવા સંબંધિત ખઈંજ ડેટા ચકાસણી; પંપ ઓપરેટરો, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયનોને તાલીમ; ગુજરાત ઘરેલું જળ (સંરક્ષણ) અધિનિયમના સંદર્ભમાં પાણીના ઓડિટની જોગવાઇઓમાં ઘટાડો કરવો; ગ્રે વોટરનું ગ્રામ્ય વ્યવસ્થાપન; 15મા નાણાપંચના અનુદાન હેઠળ પીવાલાયક પાણી અને સ્વચ્છતાની જોગવાઇઓ; ગામડાઓમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાનું ક્લોરીનેશન; અને દૈનિક પાણી પુરવઠાના લાભો માટે એક વ્યૂહરચના તૈયાર કરી છે. તાલીમ કાર્યક્રમ અંતર્ગત, ઈજઙઈ દ્વારા તાલીમને લગતા સંદેશાઓનો વધુ મજબૂતી સાથે પ્રસાર કરવા માટે શેરી નાટકોનું આયોજન કરવામાં આવે છે. આમાં ઈજઙઈ એ ભાવનગરના 100 ગામડાઓમાં પાણી સમિતિઓને વધુ જવાબદાર અને પ્રતિભાવશીલ બનાવવા માટે આ પ્રકારના હસ્તક્ષેપોની સુવિધા પ્રદાન કરવાના ઉદ્દેશથી ઠઅજખઘ સાથે ભાગીદારી કરી છે.