રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ : મહાનગરોમાં જાહેર સ્થળોએ હવે અંગ્રેજીનાં બદલે ગુજરાતીમાં જ બોર્ડ લગાવી શકાશે
અબતક, રાજકોટ :
રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો કે, રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે. ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના અપાઈ છે. તમામ મનપા કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનું રહેશે.21 ફેબ્રુઆરીએ ગુજરાતી માતૃભાષા દિવસ છે ત્યારે એ પહેલાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
અત્યાર સુધી આપણે જાહેર સ્થળો પર અંગ્રેજીમાં લખાણ લખેલા બોર્ડ જોતા હતાં પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોવા મળશે. આ સૂચનાનો ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે. અંગ્રેજી ભાષાના ચલણ વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવા સરકારનો આ પ્રયાસ સરાહનીય છે.ગુજરાતીઓ જ પોતાની ભાષા ભૂલવા લાગ્યા હતા, ત્યારે તેને જાળવી રાખવા આ મહત્વનો નિર્ણય સાબિત થશે. અનેક રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષામાં બોર્ડ હોય છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષામાં બોર્ડ હોય છે. દરેક જગ્યાએ અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીનો પણ વિકલ્પ આપવો જોઈએ.
રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારે મહત્વનુ પગલુ ભર્યુ છે. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળો પર લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો છે. જેનો અમલ 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ અને પરિસરમાં થશે.
કયા સ્થળો પર ગુજરાતી ભાષા ફરજિયાત?
સિનેમાગૃહ
નાટ્યગૃહ
બેન્કવેટ હોલ
શાળા-કોલેજ
સુપર માર્કેટ
શોપિંગ મોલ્સ
હોસ્પિટલ
હોટેલ-રેસ્ટોરન્ટ-કેફે
બેંક
વાંચનાલય
બાગ-બગીચા
આ મહાનગરોમાં નિયમ લાગુ
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
ગાંધીનગર
જૂનાગઢ
ભાવનગર
જામનગર