- પાયલોટ પ્રોજેક્ટ તરીકે શાળા નં.93ને દત્તક લેવાય, શાળાના આધુનિકીકરણની કામગીરી શરૂ
- શહેરના ટોચના પ્રોફેશનલ્સ અને બિઝનેસમેનો દ્વારા લોકસેવા માટે શરૂ કર્યું ફાઉન્ડેશન, જનભાગીદારીથી અનેક સેવા કાર્યોની ધૂણી ધખાવાશે: પ્રથમ શિક્ષણ ક્ષેત્રે સેવા શરૂ
શહેરના ટોચના પ્રોફેશનલ્સ અને બિઝનેસમેનો દ્વારા લોકસેવા માટે શર્વ ફાઉન્ડેશન શરૂ કરી જનભાગીદારીથી અનેક સેવા કાર્યોની ધૂણી ધખાવવાનો સંકલ્પ લીધો છે. જેમાં પ્રથમ શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપી તેની કામગીરી શરૂ કરી દીધી છે. આ ફાઉન્ડેશન સરકારી શાળાઓને દત્તક લેવાનું છે. જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શાળા નં.93ને દત્તક લેવામાં આવી છે. હાલ આ શાળાના આધુનિકીકરણની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
શિક્ષણથી જ સમાજ અને રાષ્ટ્ર મજબૂત થશે ત્યારે રાજકોટના મુઠીભર-ચુનંદા સુખી સંપન્ન પરિવારનાં નવ જવાનો ગરીબ પરિવારના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે એ માટે આગળ આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.93 કે જ્યાં ગરીબ અને પછાત વર્ગનાં બાળકો અભ્યાસ કરે છે. આવા બાળકોના ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ માટે સર્વ ફાઉન્ડેશન શાળાને દત્તક લઇ આધુનીકતા કરવાનો સંકલ્પ કરી યજ્ઞનો આરંભ કર્યો છે.
આ અંગેની માહિતી આપના શર્વ ફાઉન્ડેશનના પ્રણેતા રાકેશભાઇ ભાલાળા, ચૈતન્યભાઇ સિંહાર, સાવનભાઇ કાકડીયા, વિશાલભાઇ લાખાણી, દિનેશભાઇ વારોતરીયા તેમજ સાવનભાઇ વોરાએ જણાવ્યું છે કે આજે જરૂર છે. શિક્ષણની દરેકને શિક્ષણ મેળવવાનો સમાન અધિકાર છે. ખલીન ઝી બ્રાતના શબ્દોમાં કરીએ તો ભાવિ પેઢીને આપવા જેવી જો કોઇ બે બાબત હોય તો એ છે કે સંસ્કાર અને બીજું સપનાની પાંખો આ ન ન્યાયે શર્વ ફાઉન્ડેશન ઉમદા ભાવથી કામ કરે છે. સમાજને કેમ ઉપયોગી થવું રાષ્ટ્રહિતનાં કામ માટે કાર્ય કરવું એ અમારો ઉદેશ છે અને એવા હેતુથી શાળા નં.93 તે શર્વ ફાઉન્ડેશન દતક લીધી છે. આગામી દિવસોમાં એમને આધુનિક સ્વરૂપ અપાશે. એક મોડલ સ્કુલનું સ્વરૂપ ધારણ કરાશે. જેમાં શહેરના સુખી સંપન્ન દાતાઓ-શિક્ષણનાં હિમાયતીઓને આગળ આવવા અનુરોધ છે.
આ અંગેની વિશેષ માહિતી આપના સંસ્થાના રાકેશ ભાલાળા, ચૈતન્ય સિંહાર, સાવનભાઇ કાકડીયા, દિનેશભાઇ વારોતરીયા, સાવનભાઇ વોરા તેમજ વિશાલભાઇ લાખાણીએ જણાવ્યું છે કે શાળા નં.93માં 600 બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં માખળાગત ફેરફારો કરાશે. જેમાં લોકભાગીદારી ઉમેરાશે. શાળાની જરૂરીયાત મુજબનું ઇન્ફાસ્ટ્રક્ચર, બાળકોને શાળાએ આવવુ ગામે તેવું વાતાવરણ ઉભુ કરાશે, ખાનગી શાળાથી ઉતરતી ન હોય તેવી આધુનીક શાળાનું નિર્માણ કરાશે. માત્ર ઇન્ફાસ્ટ્રક્ચર જ નહિ પરંતુ બાળકોને સાચુ અને સારૂ શિક્ષણ મળી રહે એ દિશામાં પણ પ્રયત્ન હાથ ધરાશે.
હાલ જરૂરીયાત મુજબની સુવિધાઓ ઉભી કરાશે. અને જરૂર પડ્યે એ સુવિધાઓનો વિસ્તાર કરાશે. આ માટેનો કુલ અંદાજીત ખર્ચ રૂપિયા 2,00,00,0000/- અંકે રૂપિયા બે કરોડ થનાર છે. શર્વ ફાઉન્ડેશનનાં પ્રણેતાઓએ પોતાના શ્રી દાનથી આ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. આપણી કાઠીયાવાડની સંત-સુરા સની અને દાનવીરોની ભુમીના સુખી સંપન્ન દાતાઓ આ કાર્યમાં આગળ આવે એ માટેની અપીલ કરવામાં આવી છે.
શર્વ ફાઉન્ડેશનના આ કાર્યમાં જોડાવા ઇચ્છતા શિક્ષણનાં હિમાયતીઓ આ માટે રાકેશ ભાલાળા 93765 90400, ચૈતન્યભાઇ સિંહાર 94289 15816, સાવનભાઇ કાકડીયા 94282 33396, વિશાલભાઇ લાખાણી 96621 28962, દિનેશભાઇ વારોતરીયા 99980 08539 તેમજ સાવનભાઇ 81289 00100નો સંપર્ક કરી શકે છે.
શિક્ષણના આ સેવાયજ્ઞમાં લોકોને જોડાવા હાંકલ
શિક્ષણના આ સેવાયજ્ઞમાં લોકોને જોડાવા માટે શર્વ ફાઉન્ડેશન દ્વારા હાંકલ કરવામાં આવી છે. આ સેવા યજ્ઞમાં માત્ર રૂ. 1નું દાન આપીને પણ લોકો સહભાગી બની શકે છે. યથાશક્તિ મુજબ અનુદાન આપીને લોકો આ પ્રોજેક્ટને મજબૂત બનાવી શકે છે. આ ફાઉન્ડેશનને અપાયેલું દાન ઇન્કમટેક્સની કલમ 80જી(5) હેઠળ કરમુક્ત છે. આ ઉપરાંત લોકો શાળામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર સળિયા, કલર સહિતના મટીરીયલ્સનું પણ અનુદાન આપી શકે છે.
ત્રણ ફેઝમાં શાળાઓમાં કામગીરી કરાશે
ઈન્ફ્રાસ્ટ્રક્ચર : શાળાઓમાં કલાસરૂમ, સેમિનાર હોલ, બાથરૂમ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.
કાઉન્સેલિંગ : શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. સાથે શિક્ષકોને તાલીમ પણ અપાશે
એકેડેમિક : વિદ્યાર્થીઓમાં શિક્ષણ ઉપરાંત કૌશલ્ય અને અન્ય ગુણો વધે તે માટે સ્કિલ ડેવલપમેન્ટ સહિતના પ્રોજેક્ટ ચલાવાશે.