પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ સ્વીકારેલું કે સરકારે ખર્ચેલો એક રૂપિયો લોકો સુધી પહોંચતા ૧૨ પૈસા ઈ જાય છે: મોદીની ‘ખાઈશ નહીં અને ખાવા દઈશ નહીં’ની નીતિ
આંબેડકર જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આધાર આધારિત ભીમ-આધાર પેમેન્ટ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. જેમાં બાયોમેટ્રીક સીસ્ટમ મુકવામાં આવી છે. મોદીની આ કામગીરીી સરકારે ખર્ચેલો ‚પિયો વચેટીયા વિના આમ આદમીના ખાતામાં જશે. અગાઉ પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા ખર્ચવામાં આવતો ૧ ‚પિયો લોકો સુધી પહોંચતા ૧૨ પૈસા ઈ જાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ ‘ખાઈશ નહીં કે ખાવા દઈશ નહીં’ની અમલવારી જોવા મળી રહી છે.
સરકાર દ્વારા શ‚ કરવામાં આવતી યોજનાઓની સીધી અસર લોકો સુધી પહોંચે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને પેમેન્ટની પધ્ધતિ પણ સીધી ફાયદાકારક રહે તે દિશામાં કામગીરી ઈ રહી છે. ભીમ-આધાર પે એપના ઉપયોગી લોકોને સીધો ફાયદો મળી રહેશે. તેમજ વેપારીઓને પણ ફાયદો મળશે. ખાસ કરીને ડી.જી.ધન યોજના અંગે ગરીબો સુધી પહોંચવાની દિશામાં મોદી સરકાર વધુ ગંભીર છે. કારણ કે, ગરીબોને સરકારી યોજનાઓનો લાભ મળે તો દેશનો વિકાસ ઝડપી ઈ શકે. વધુમાં મોદીએ લોન્ચ કરેલી એપ્લીકેશનમાં તમામ જાતની સુરક્ષા રાખવામાં આવી છે. જેી વિઝા અને માસ્ટર કાર્ડ ધારકોને છેતરપિંડીનો ભોગ બનવું ન પડે.