ન્યુઝ કોર્પનો ગુગલ ન્યુઝ શોકેસ સાથે ત્રણ વર્ષનો કરાર
સર્ચ એન્જિન ગુગલ હવે, એડની સાથે સમાચારોના પણ પૈસા ચૂકવશે
આજના ૨૧મી સદીનાં આધુનિક યુગમાં અધતન ટેકનોલોજીનો વ્યાપ વધતા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ વધ્યો છે. યુઝર્સ રાત-દિવસ ફેસબુક, ટવીટર, ઈન્સ્ટ્રાગ્રામ જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર રચ્યા પચ્યા રહે છે.
આજ કારણસર આ કંપનીઓનું વર્ચસ્વ વધ્યું છે. દેખાવ અને ઉપયોગમાં મફતમાં લાગતા પ્લેટફોર્મ પરોક્ષ પણે આપણા થકી જ મોટાપાયે આવક રળે છે. એમાં પણ આજનાં સમયે મોટાભાગની સેવાઓ ઓનલાઈન બનતા સોશ્યલ મીડીયા જાયન્ટસનો માર્ગ વધુ મોકળો બન્યો છે. તેમાં ખાસ અખબારો, સમાચારો એક મહત્વનું માધ્યમ બન્યા છે. ડીજીટલ એડવર્ટાઈઝ થકી પૈસા રળી રહ્યા છે.ત્યારે આ માટે હવે, અમેરિકી કંપની ન્યુઝ કોર્પ સાથે ગુગલે ત્રણ વર્ષ માટે કરાર કર્યો છે. જે અંતર્ગત ગુગલ હવે ‘વેચાતા’ ન્યુઝ લેશે.
સર્ચ એન્જિન ગુગલ હવે, એડવર્ટાઈઝની સાથે ન્યુઝકોર્પને સમાચારનાં પૈસા પણ ચૂકવશે ન્યુઝકોર્પનું ગુગલ ન્યુઝ શોકેસ સાથેનાં જોડાણથી યુ.એસ. પબ્લિકેશન વોલ સ્ટ્રીટ જર્નલ માર્કેટ વોચ, ધ ન્યુયોર્ક પોસ્ટ જયારે યુકે પબ્લિકેશનના ધ ટાઈમ્સ, ધ સનડે ટાઈમ્સ, ધ સન તો ઓસ્ટ્રેલિયન પબ્લિકેશનના ધ ઓસ્ટ્રેલિયન, ન્યુઝડોટ કોમ અને સ્કાય ન્યુઝના સમાચારો ક્ધટેન્ટ ગુગલ ન્યુઝ શોકેસમાં ઉમેરાશે અને આ માટે ગુગલ પૈસાની ચૂકવણી કરશે.
ઉલ્લેખનીય છે કે, આ ત્રણ વર્ષનાં કરારમાં ન્યુઝ કોર્પ હેઠળ ઓસ્ટ્રેલિયાના પબ્લિકેશન્સનો પણ સમાવેશ છે.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સરકાર અને ફેસબુક વચ્ચે સમાચારોનાં ચૂકવણાને લઈ મોટી તકરાર ઉભી થઈ છે. જેના પગલે ફેસબુકે ઓસ્ટ્રેલિયન ન્યુઝ અને તેના શેરીંગ પર પ્રતિબંધ પણ મૂકી દીધો છે.
પરયંતુ ગુગલ ન્યુઝ શોકેસ સાથેના આ કરાથી ઓસ્ટ્રેલિયાનાં ન્યુઝ અને પબ્લિકેશનો ગુગલ પર તો રહેશેજ પરંતુ આ સાથે પૈસાની વસુલી પણ કરી શકશે.
ઓસ્ટ્રેલિયન સમાચારોને “લોક” કરી ગુગલની વાટે ફેસબૂક!!
ગુગલના સહારે રહેલ ફેસબૂકે પોતાના પ્લેટફોર્મ પરથી તો ઓસ્ટ્રેલિયાના ન્યુઝ પર “કાતર ફેરવી પણ ગુગલ પરથી કઈ રીતે હટાવશે??
સોશિયલ મીડિયાની “સ્વતંત્રતા”, “સ્વછંદતા”માં પરિણમે તો મોટુ જોખમ
આજના ડીજીટલી યુગમાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મનું વર્ચસ્વ ખૂબ વધતુ જઈ રહ્યું છે, કોઈપણ વ્યકિત કે સંસ્થા કે કોઈ અન્ય સમુહ ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ પર ‘વાણીની સ્વતંત્રતા અને અભિવ્યકિત’ના નામે પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે. યુઝર્સનાં આ જ વિચારો, મંતવ્યોને વિશ્ર્વભરમાં સોશ્યલ મીડીયા જાયન્યસ શેર કરે છે. પરંતુ સોશ્યલ મીડીયાનો આ વાયરલ ‘વાયરસ’ હાનિરૂપ પણ સાબિત થઈ શકે છે. ઓસ્ટ્રેલિયામાં સમાચારોનાં પૈસા ચૂકવણીના સરકારના નિર્ણયનો વિરોધ કરી ફેસબુકે ઓસ્ટ્રેલિયન સમાચારો અને તેના શેરીંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સોશ્યલ મીડીયાની ‘સ્વતંત્રતા’ સ્વછંદતામાં પરિણમે તો મોટુ જોખમ જ છે. ઓસ્ટ્રેલિયન સમાચારોને ‘લોક’ કરી ફેસબુક હવે ગુગલની રાહે છે. કારણ કે ફેસબુક પોતે સર્ચ એન્જિન ગુગલનાં સહારે છે. ફેસબુકને શોધવાપણ આપણે ગુગલનો જ ઉપયોગ કરીએ છીએ ત્યારે હવે, ફેસબુક ગુગલ પર ઓસ્ટ્રેલિયાના ન્યુઝને કઈ રીતે હટાવશે?? એક બાજુ ન્યુઝકોર્પે તાજેતરમાં જ ગુગલ સાથે ન્યુઝના વેચાણ માટે કરાર સાધ્યો છે. તેમાં ઓસ્ટ્રેલિયાનાં પબ્લિકેશનનો પણ સમાવેશ છે. હવે, ફેસબુકે શષરીંગ માટે ગુગલના શરણે જવું પડશે.