વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે કોરોના રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થયો છે. આ માટે દેશભરમાં રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જેથી લોકોને સરળતાથી રસીનો ડોઝ આપી શકાય. હવે Google Maps એક નવી પહેલ શરૂ કરી છે, જે અંતર્ગત તમને રસીકરણના કેન્દ્રો વિશેની માહિતી મળશે. જેમાં તમારી આસપાસના વિસ્તારમાં ક્યાં રસીકરણ થઈ રહ્યું છે તે વિશેની માહિતી મળશે.
દેશમાં બે પ્રકારની કોરોના વાયરસની રસીઓને ભારતીય દવા નિયમનકાર તરફથી તાત્કાલિક મંજૂરી મળી છે. તેમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની એસ્ટ્રાઝેનેકા રસી છે, જેનું નિર્માણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને ભારતીય મેડિકલ રિસર્ચ (ICMR)ના નેતૃત્વ હેઠળ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા તૈયાર કરાયેલ એક સ્વદેશી રસી કોવારિયન છે.
Google Maps આ રીતે મદદ થશે
ગૂગલ હેલ્થના ચીફ હેલ્થ ઓફિસર, કેરેન ડિસાલ્વો કહે છે કે, “Google Mapsની નવી સુવિધાથી લોકોને તેમના નજીકના રસીકરણ કેન્દ્ર શોધવામાં સરળતા થશે અને App દ્વારા તેઓ કેન્દ્રો પર પહોંચી શકશે અને રસી મેળવી શકશે. નજીકના રસીકરણ કેન્દ્ર વિશેની માહિતી સાથે આસપાસના કયા કેન્દ્રમાં રસી ઉપલબ્ધ છે, અને તે રસીકરણ કેન્દ્ર ક્યાં સ્થિત છે તે પણ જાણી શકશો. જ્યાં સુધી વિશ્વભરના 100% લોકોને કોરોનાની રસી ન મળે ત્યાં સુધી આ રોગચાળાનું સમાધાન નથી. સૌથી મોટો પડકાર એ છે કે, વિવિધ દેશોમાં વસતા લોકોને વહેલી તકે રસી ઉપલબ્ધ કરાવી. આ કામમાં ગૂગલ અને તેની અન્ય એપ્લિકેશનો, બધાને રસીકરણ જેવા મહત્વના કાર્યો પૂરા કરવા માટે શક્ય બને તે બધું કરશે.”