વર્ષ ૨૦૨૫ સુધીમાં લેબોરેટરીઓમાં ‘કલીન મીટ’ બનાવવા વૈજ્ઞાનિકોની પહેલ

આગામી થોડા સમયમાં લેબોરેટરીઓમાં માંસ મળશે. જી હા, લેબોરેટરીઓમાં ‘કલીન મીટ’ વિકસાવવા વૈજ્ઞાનિકોએ પહેલ કરી છે અને વર્ષ ૨૦૨૫ સુધીમાં નોનવેજ રસીયાઓ લેબોરેટરીમાં બનેલ પ્રાણીઓના માંસને આરોગી શકશે.

એનીમલ વેલફેર ઓર્ગેનાઈઝેશન હયુમન સોસાયટી ઈન્ટરનેશનલ-એચએસઆઈ અને સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલકેયુલર બાયોલોજી-સીસીએમબીએમ બંને સંસ્થા ભારતીય લેબોરેટરીઓમાં માંસ બનાવવા સંયુકતપણે કામ કરશે. લેબોરેટરીઓમાં તૈયાર કરવામાં આવેલ માંસ ‘કલીન મીટ’ તરીકે ઓળખાશે. જેમાં માનવીય પ્રવૃતિઓનો ખુબ ઓછો ઉપયોગ થશે. એચએસઆઈ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેકટર અલોકપાર્ના સેનગુપ્તાએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં કલીન મીટ વર્ષ ૨૦૧૮ સુધીમાં ઉપલબ્ધ થઈ જશે. જયારે ભારતમાં વર્ષ ૨૦૨૫ સુધીમાં આવવાની શકયતા છે. મોટાપાયે ઈન્ડસ્ટ્રીઅલ એનીમલ એગ્રીકલ્ચરની ખોટી પઘ્ધતિઓથી કલીન મીટ બનાવવાનો પ્રયાસ કરવાનો વિચાર ઉભર્યો છે. જેથી આ ખોટી પઘ્ધતિઓ અટકાવી શકાય.

ઈન્ડસ્ટ્રીઅલ એનીમલ એગ્રીકલ્ચર દ્વારા બનાવાતું માંસથી પશુ કલ્યાણની ઉપેક્ષા થાય છે જેના પરિણામ સ્વ‚પ પર્યાવરણ અને ખાદ્ય સુરક્ષા માટે ખતરો ઉભો થાય છે. આ ખતરાને ટાળવા લેબોરેટરીઓમાં ‘કલીન મીટ’ વિકસાવવા વૈજ્ઞાનિકોએ પહલ શરૂ કરી છે. જેનાથી બજારોમાં વેચાતા માંસને ફટકો જરૂર પડશે. કલીન મીટ લેબોરેટરીમાં મળવાથી નોનવેજ ખાતા રસિયાઓને પણ મોટી રાહત મળી રહેશે. તેમાં પણ રસપ્રદ બાબત એ છે કે, ડાયટ કરતા લોકો પણ આ કલીનમીટ ખાઈ શકશે. આ કલીનમીટથી ડાયટ ખોરવવાનો કોઈ ભય રહેશે નહીં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.