ભારત સાથે ઓટોમેટિક ઇન્ફોર્મેશન એકસચેન્જ કરારને સ્વિસની સંસદીય સમિતિએ મંજુરી આપી
હર્વ સ્વિસ બેંકમાંથી કાળા નાણાની ‘ઇન્સ્ટન્ટ’જાણકારી મળશે. કેમ કે, બન્ને દેશ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. સ્વિઝલેંડની રાજધાની બર્ન ખો સંસદીય સમિતિએ ભારત સાથે ઓટોમેટિક ઇન્ફોર્મેશન એકસચેન્જ કોન્ટ્રેકટને મંજુરી આપ્યા બાદ કરારનું અમલીકરણ શરુ થઇ ગયું છે.
કરારમાં રહેલી દરખાસ્તો મુજબ કોઇપણ ભારતીય મુળના નાગરીકની સ્વિચ બેંકમાં રહેલાએકાઉન્ટની ‘ઇન્સ્ટન્ટ ’ઇન્ફોર્મેશન મળી શકશે મતલબ કે હવે સ્વિચ બેંકના ખાતાની જાણકારી માટે જે લાંબી પ્રક્રિયા કરવામાં આવતી તેને હવે દૂર કરવામાં આવી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે સ્વિચ સરકારે માત્ર ભારત સાથે નહીં. પરંતુ વિશ્ર્વના અન્ય ૪૦ દેશો સાથે પણ આ પ્રકારના કરાર કર્યા છે.