બ્રિજના કામ સબબ સાંઢીયા પુલથી આગળ ડાયવર્ઝન અપાયું, વાયા શીતલ પાર્ક થઈને જ માધાપર ચોકડી જઈ શકાશે : અંદાજે 20 દિવસ પળોજણ સહન કરવી પડશે
હવે સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કર મારવુ પડશે. બ્રિજના કામ સબબ સાંઢીયા પુલથી આગળ ડાયવર્ઝન અપાયું છે. જેથી વાયા શીતલ પાર્ક થઈને જ માધાપર ચોકડી જઈ શકાશે. અંદાજે 20 દિવસ પળોજણ સહન કરવી પડશે.
માધાપર ચોકડીએ બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. અગાઉના તંત્રના અનેક વાયદાઓ ખોટા પડી રહ્યા છે. કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય, બ્રિજની નીચેનો રસ્તો પણ માંડ ખુલ્યો હતો. તેવામાં ફરી કામ શરૂ કરવાનું હોવાથી સાંઢીયા પૂલથી માધાપર ચોકડીએ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
આ રોડ ઉપર વચ્ચેની બાજુ ડાયવર્ઝન મૂકી દેવામાં આવ્યું છે. જેથી હવે સાંઢીયા પુલથી માધાપર ચોકડીએ જવા માટે વાયા શીતલ પાર્ક જવું પડશે. જો કે હાલ તંત્ર દ્વારા 20 ક દિવસ આ રસ્તો બંધ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. પણ હકીકતમાં આ રસ્તો ક્યાં સુધી બંધ રહેશે અને ક્યાં સુધી વાહનચાલકોને હાલાકી વેઠવી પડશે તે જોવું રહ્યું.