સરકાર હાલ અનેક નવા પ્રયત્નો દેશને વિકાસશીલ બનાવવા મુદ્ે હાથ ધરી રહી છે, ત્યારે હવે સરકારી નેશનલ હાઇવે જલ્દી જ પ્રાઇવેટ ઓપરેટરોના હવાલે કરાશે. જેથી સરકારી ભંડોળમાં વૃધ્ધિ થશે તેનાથી નવા રોડ-રસ્તાઓનું નિર્માણ ગતિથી શક્ય બનશે. રોડ ટ્રાન્સપોર્ટ તેમજ હાઇવે અધિકારીઓ રુ. ૧૦,૦૦૦ કરોડ ભંડોળ મેળવવાની આ વર્ષ માટે ધરાવે છે, જે સરકાર સંચાલિત નેશનલ હાઇવે હેઠળ ટોલ ઓપરેટ ટ્રાન્સફર મોડેલ દ્વારા સંચાલન કરવામાં આવશે. ૯ પ્રોજેક્ટ માટે આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ૭૦૦ કિ.મી.ના કોન્ટ્રક્ટ માટે બોલી લગાવી જ દેવામાં આવી છે. જેની ડેડ લાઇન જાન્યુઆરી ૯ સુધીની રાખવામાં આવી છે. પ્રાઇવેટ ઓપરેટરો આ પ્રોજેક્ટ હેઠળ વળતર મેળવી ૭ થી ૮ ટકા સરકારી ભંડોળમાં વધારો કરશે. જો કે હાલ સરકાર ઓફ- બજેટ ભંડોળ રુ.૭,૦૦૦ કરોડ મસાલા બોન્ડમાં સિંગાપોર સ્ટોક એક્સચેન્જ માટે વધારવાની તૈયારી કરી રહી છે. જો કે રોડ- ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી ક્ધસટ્રક્શન માટે ૧૫,૦૦૦ કિ.મી. રોડ હાઇવે વધારવાનો ટાર્ગેટ ધરાવે છે.
હવે પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગે ખાનગી ઓપરેટરોના હવાલે
Previous Articleન હોય, સચિનના બાળકોના ફેક એકાઉન્ટ બન્યા…!!!
Next Article જંકફૂડ કરતા પણ તણાવ ખતરનાક