• મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં એઆઈ ટેક્નોલોજીથી પાક ઉગાડવામાં આવ્યો
  • એક-એક ક્ષણની પાકની સ્થિતિની અપડેટ એઆઈ આપે છે, જેની મદદથી ગુણવત્તાયુક્ત પાક ઉગે છે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અત્યારે અનેક ક્ષેત્રોમાં પગ જમાવી રહ્યું છે. હવે ખેતી પણ તેમાંથી બાકાત રહ્યું નથી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં કૃષિ ક્ષેત્રે પણ એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ મહારાષ્ટ્રના બારામતી જિલ્લામાં એઆઈ ટેક્નોલોજીથી પાક ઉગાડવામાં આવ્યો છે. બારામતીમાં પ્રથમવાર ખેતીમાં કરવામાં આવેલો આ પ્રયોગ સફળ પણ રહ્યો છે.

આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞએ જણાવ્યું હતું કે વિવિધ પાકોમાં પ્રથમ વખત એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ પ્રકારના સેન્સર છે, જે પાક વિશે જાણવામાં મદદ કરે છે. તેમાં જમીનના નાઇટ્રોજન, ફોસ્ફરસ, હવાનું તાપમાન અને પવનની ગતિ અને હવામાં ભેજ તેમજ હવાજન્ય રોગોના સૂક્ષ્મ દેખરેખ માટે સેન્સર માપવા માટેની સિસ્ટમ્સ છે.

Now farming can be done with the help of AI, a successful test
Now farming can be done with the help of AI, a successful test

એઆઈનો ઉપયોગ પહેલીવાર કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ સફળ પણ રહ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પણ ખેતીમાં એઆઈનો ઉપયોગ કરવાની પહેલ કરી છે અને આ અંગે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને બારામતીની ઓક્સફર્ડ યુનિવર્સિટી વચ્ચે પ્રયોગો ચાલી રહ્યા છે.

શેરડી ઉપરાંત ભીંડા, ટામેટા, મરચાં, તરબૂચ,કોળું, કોબી સહિતના પાક ઉગાડાયા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા શેરડીની સાથે સાથે બારામતી જિલ્લામાં ભીંડા, ટામેટા, મરચાં, તરબૂચ, કોળું, કોબી જેવા શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. આમાં દરેક શાકભાજીનું આયોજન અને પાક વ્યવસ્થાપન પણ એઆઈ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.

સેન્સર સિસ્ટમથી પાક ઉપર સતત નિરીક્ષણ

આ એઆઈ ટેકનોલોજીમાં સેન્સર સિસ્ટમ છે જે પાણીને માપે છે, જમીનની ખારાશ તપાસે છે અને જમીનની વિદ્યુત વાહકતા પણ તપાસે છે જે પાકને અસર કરે છે. દર અડધા કલાકે, આ સિસ્ટમ જમીન પર, જમીનની બહાર અને હવામાં બનતી તમામ ઘટનાઓની માહિતી સેન્સર દ્વારા સેટેલાઇટને અને સેટેલાઇટ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેરવાળા કમ્પ્યુટરને મોકલે છે. તેમાંથી, એઆઈ સિસ્ટમ સંબંધિત ખેડૂતને પૂરતી માહિતી પૂરી પાડે છે.આ માહિતીની મદદથી, ખેડૂતને જમીનમાં કેટલું પાણી આપવું, કેટલું ખાતર આપવું, કયા પ્રકારનું ખાતર આપવું અને તેની માહિતી મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.