લોકોને તેમના નજીકના રસીકરણ કેન્દ્રોની ઓળખ માટે ફેસબુકે એક ટૂલ લોન્ચ કર્યું છે. અમેરિકન ટેકનોલોજીની મુખ્ય કંપની ફેસબુક દ્વારા રસીકરણ કેન્દ્રની ઓળખ લોકો સરળતાથી કરી શકે તે માટે કેન્દ્ર સરકાર સાથે ભાગીદારી કરાઇ છે.
લોકોને રસી અપાવવા માટે સ્થાનો ઓળખવામાં મદદ કરવા માટે અમેરિકન ટેકનોલોજીની મુખ્ય કંપની ફેસબુક દ્વારા ભારત સરકાર સાથે રસીકરણ કેન્દ્રની ઓળખ માટે ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે તેમજ કેન્દ્ર સરકારર સાથે ભાઈદારી કરવામાં આવી છે. નવી સુવિધા ભારતમાં ફેસબુકની મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે અને તે 17 ભાષાઓમાં ઉપલબ્ધ હોવાનું કહેવાઇ રહ્યું છે. વધુમાં, ફેસબુક દ્વારા ભારતમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ માટે કટોકટીના પ્રતિભાવના પ્રયત્નો માટે 10 મિલિયન ડોલરની ગ્રાન્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી તેવું માશેબલ દ્વારા જણાવાયું છે.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અનુસાર, રસી ટ્રેકર ટૂલ વપરાશકર્તાઓને નજીકના રસીકરણ કેન્દ્રોના સ્થાનો અને તેમના ઓપરેશનના કલાકો શોધવામાં મદદ રૂપ થશે. વધારાની સુવિધાઓમાં એકંદર અને વોક-ઇન વિકલ્પોનો સમાવેશ કરાયો છે.
ટ્રેકરે એક લિંક પણ ઉમેરી છે જે વપરાશકર્તાને કોવિન પોર્ટલ પર નોંધણી કરવા અને રસીકરણ નિમણૂંકોની સૂચિ સુનિશ્ચિત કરશે. ભારત સરકાર સાથે ભાગીદારીમાં ફેસબુક ભારતમાં ફેસબુક મોબાઇલ એપ્લિકેશન પર તેના વેક્સીન ફાઇન્ડર ટૂલને 17 ભાષાઓમાં ઉપલબ્ધ કરવાનું શરૂ કરશે, જેથી લોકોને રસી મેળવવા માટે નજીકના સ્થળોની ઓળખ કરવામાં મદદ મળી શકે. ફેસબુકે તેના પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં જણાવ્યું છે.
ફેસબુકએ એનજીઓ અને એજન્સીઓ સાથે મળીને 5000થી વધુ ઓક્સિજન ક્ધશનટ્રેટર્સ અને વેન્ટિલેટર, બાયપેપ મશીનો જેવા અન્ય જીવન-બચાવ ઉપકરણો જેવા જટિલ તબીબી પુરવઠાનો સ્ટોક બનાવવામાં મદદ કરવા માટે જાહેર કરેલા ભંડોળ માટે એનજીઓ અને એજન્સીઓ સાથે હાથ મિલાવી મદદ કરી છે.