યુઝર્સ કઇ એકિટવિટીમાં કેટલો સમય ખર્ચે છે તેની સ્ટડી એપના માઘ્યમથી માહિતી મેળવશે ફેસબુક
હાલના સમયમાં ઓનલાઇન ઘેરે બેઠા બિઝનેસ કરી કમાવવાનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ત્યારે ફેસબુકો પણ એક નવી જાહેરાત કરી છે. શું તમારી પાસે રહેલો ડેટા ફેસબુક સાથે શેર કરવા તૈયાર છો તો તમે બ્રાઉઝ કરી અને કમાણી કરી શકો છો.
સોશ્યીલ મીડીયાના પ્લેટફોર્મ દ્વારા નવી યોજનાઓ રજુ થઇ રહી છે. જે માત્રને માત્ર યુ.એસ. અને ભારતના લોકો માટે જ ઉપલબ્ધ છે. જે લોકો ઇન્ટરનેટ પર શેર કરતાં લોકોને રેવન્યુની ચુકવણી કરવામાં આવશે.
માર્કેટ રીસર્ચ દ્વારા એક નવો પ્રયોગ હાથ ધરાયો છે. સ્ટડી પ્રોગ્રામ જે ફેસબુકે લોન્ચ કરી છે. જેમાં લિગલી રીતે માહીતીનું આદાન પ્રદાન ઇન્ટરનેટ બ્રાઉઝીંગ દ્વારા તેમજ એપ્લીકેશન ડાઉનલોડ દ્વારા કરવામાં આવે છે. તેના પ્લેટફોર્મ અને એપ્લેકેશન દ્વારા વર્તમાન વપરાશકર્તાના વલણો અને ટેવોમાં કનેકટ કરવાનો પ્રયાસ કરે છે.
આ પગલું પણ એવા સમયે લેવામાં આવે છે જયારે ડેટા પ્રાઇવેટ તેમજ વૈશ્ર્વિક સ્તરે ચિતિત હોય છે. અને તેની સામે વિશ્ર્વની કેટલીક ટોચની ઇન્ટરનેટ કંપનીઓ યુઝરની સંમતિ લીધા વિના જ ગેરકાયદેસર રીતે વપરાશકર્તા માહીતીને લગતા છે કે નહી તેની પુષ્ટી કરે છે.
ફેસબુકે જણાવ્યું હતું કે તે માહીતી એકત્રીજ કરશે અને વિશ્ર્લેષણ કરશે જેમાં સહભાગીનાં ફોન પર ઇન્સ્ટોલ કરેલ એપ્લીકેશનનો તેમજ તેનો ઉપયોગ કરીને પસાર થતા સમય વપરાશકર્તાનો દેશ ઉપકરણ અને નેટવર્ક પણ સામેલ હશે.
ફેસબુકના ગ્લોબલ પ્રોડકટ મેનેજર સેગીબેન ઝેડેફે પોતાની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે પારદર્શક ઓફર કરી રહ્યા છીએ. અને અમારી સાથે જોડાયેલા લોકોને સામે રેવન્યુ આપી રહ્યા છીએ અને લોકોની માહીતીને સલામત અને સુરક્ષીત રાખી રહ્યા છીએ.
જો કે, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે તેના ફોનની માહીતીને શેર કરવા માટે વપરાશકર્તાને કેટલું વળતર ચુકવવામાં આવશે ફેસબુક કોઇપણ જાતનું વચન આપ્યું નથી બહારની કંપની તેમજ થર્ડ પાર્ટી ડેવલપરને કાંઇ કહેવામાં આવ્યું નથી.
આ ઉપરાંત કંપનીએ કહયું છે કે વપરાશકર્તાના આઇ.પી. પાસવર્ડ તેમજ ફોટા અને વિડીયો અથવા મેસેજ જેવી અન્ય સામગ્રી એકત્રીત કરશે નહીં.
સ્ટડી પ્રોગ્રામ કેવી રીતે કાર્ય કરશે તે અંગેની માહીતી આપતા ફેસબુકે કહ્યું કે તેઓ જાહેરાતો ચલાવશે જે લોકોને ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરશે. જયારે કોઇ જાહેરાત પર કિલ કરે છે ત્યારે તેમની પાસે નોંધણી કરવાનો વિકલ્પ હશે અને જો તેઓ તેને યોગ્ય હશે તો તેમને એપ્લીકેશન ડાઉનલોડ કરવા આમંત્રીત કરવામાં આવશે. એકવાર આમંત્રીત કરવામાં આવશે. એકવાર આમંત્રીત કર્યા બાદ તેઓને ગુગલ પ્લેસ્ટોરમાં ફેસબુક એપ્લીકેશનનો અભ્યાસ મેળવશે. જયારે તેઓ તેમાં સાઇન કરશે લોકો એપ્લીકેશન કેવી રીતે કાર્ય કરે છે. તેનું વર્ણન કરશે. અને તેઓ અમારી સાથે કઇ માહીતી શેર કરશે તે બતાવશે જેથી તેઓ આ પ્રોગ્રામના ભાગીદાર બની શકે.
ફેસબુક કહે છે કે ફકત 18 વર્ષથી ઉપરનાં લોકો જ ભાગ લેશે અને બધા પ્રતિભાનીઓ પાસે કોઇપણ સમયે નાપસંદ કરવાનો પણ વિકલ્પ હશે.