ફેસબુક પ્રોફાઈલ ફોટો પરથી દિલ્હી પોલીસે કાર ચોરને ૪૮ કલાકમાં ઝડપી લીધો
સાવધાન હવે ફેસબુક પણ તમને પકડાવી શકે છે. દિલ્હી પોલીસે એક કાર ચોરને તેના ફેસબુક પ્રોફાઈલ ફોટો પરથી માત્ર ૪૮ કલાકમાં જ ઝડપી લીધો હતો. હવે સોશ્યલ મીડિયા પણ ક્રાઈમ બ્રાંચ માટે એક મદદગાર સાબીત થઈ રહ્યું છે.
ઓલા ટેકસી કેબના ડ્રાઈવર ચંદ્રપાલને નવીદિલ્હીમાં મધરાતે લૂંટી લેવાયો હતો. બનાવની વિગત એવી છે કે, અમુક લોકોએ ટેકસ કરવાના બહાને તેની કાર લૂંટી લીધી હતી. આ મામલો દિલ્હી પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર ચોર ગેંગને તેના ફેસબુક પ્રોફાઈલ ફોટો પરથી માત્ર ૪૮ કલાકમાં જ ઝડપી લીધો હતો. ફરિયાદીએ કરેલા વર્ણન પરથી પોલીસે સોશ્યલ મીડિયા ફંફોસ્યું હતું અને પ્રોફાઈલ ફોટો પરથી ૪૮ કલાકમાં જ ઝડપી લીધો હતો. બે પૈકી એક લૂંટારાનું નામ આશિષ દાંડા (ઉ.૨૨) રહે.ગુડગાંવ હતો.