ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યોજનાકીય પ્રગતિનું સતત મોનીટરીંગ અને મુલ્યાંકન કરાતુ હોવાનું જણાવ્યું
આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની અઘ્યક્ષામાં જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે સરકારની દરેક યોજનાકિય પ્રગતિનું મુલ્યાંકન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જીલ્લા વિકાસ અધિકારીની સંયુકત બેઠક યોજનામાં આવશે તેવું પણ નકારી કરાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અઘ્યકક્ષામાં જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયમાં સી.એમ. ડેટા બોર્ડ કમાન્ડ એન્ટ કંટ્રોલ સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ નવીનતમ કાર્ય પઘ્ધતિ અંગે તેઓએ ઉમેર્યુ હતું કે સરકારનો વિભાગો અને જીલ્લાસ્તરની વિવિધ યોજનાકીય પ્રગતિની વિગતો ઓનલાઇન ઉપલબ્ધ છે અને જેનું મુખ્યમંત્રી કક્ષાએ સતત મોનીટરીંગ અને મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. વધુમાં મોનીટરીંગ દરમિયાન જે તે જીલ્લામાં નબળી કામગીરી થતી હોય ત્યાં કામગીરી સુધારવા સુચના આપવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે રાજયમાં સનદી અધિકારીઓની ફેર બદલ બાદ આ પહેલી મીટીંગ ગાંધીનગર ખાતે મળી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ દર મહિને કલેકટર કોન્ફરન્સ યોજાતી હતી તેના બદલે હવે દર ચાર મહિને એક વખત ગાંધીનગર ખાતે જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત બેઠક યોજવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com