શિક્ષકોની અછતને લઇ વિઘાર્થીઓની સંખ્યામાં વધારો
ટેકનીકલ એજયુકેશને એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રોફેસરોની નિયુકતનું ભારણ ઓછું કરવા ર૦ વિઘાર્થી દીઠ એક પ્રોફેસર આપવાના નિયમ બનાવ્યા છે. જો કે આ પૂર્વ ૧પ વિઘાર્થીઓ વચ્ચે એક પ્રોફેસર ફાળવવામાં આવતા હતા તેના બદલે વિઘાર્થીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. માટે આ નિયમો દેશભરની બધીજ એન્જીનીયરીંગ કોલેજોમાં લાગુ કરવામાં આવશે. જો કે ડિપ્લોમાં કોર્સમાં ૨૦ વિઘાર્થીઓ માટે ૧ શિક્ષક છે જેમાં રપ વિઘાર્થી દીઠ એક શિક્ષણ નિયુકત કરવામાં આવ્યા છે. એન્જીનીયરીંગ ક્ષેત્રમાં શિક્ષકોની અછતને લઇ આ નિયમો બનાવવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં ૧ર૦ થી પણ વધુ એન્જીનીરીંગ કોલેજો સામેલ છે. જેમાં ૯૦ કોલેજો પોલિટેકનીક અને એસ.એસ.જી. કોલેજો ટેકનીકલ કોર્ષ માટે છે જેમાં એમબીએ, એમસીએ અને આર્કિટેક જેવા કોર્ષનો સમાવેશ થાય છે. ત્યારે હવે વિઘાર્થીઓના ગ્રુપમાં વધારો થયો છે જેથી હવે એન્જીનીયરીંગના શિક્ષકોના ભારણમાં વધારો થશે.