કોરોના સંક્રમણ ઓછું થતા ફરી પાછું બધું શરૂ થઈ ગયું છે. હવે બધા લોકો સાવચેતી સાથે બજારમાં જવા લાગ્યા છે. અને આ સાથે વાહનોની અવરજવર પણ વધી છે. આ અવર જવરની વચ્ચે કોઈ લૂંટફાટ ના થાય તે માટે નંબર પ્લેટ વગરની ગાડી અથવા કાળા કાચવાળી ગાડીઓને લઈ રાજકોટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
લૂંટફાટ જેવા ગુનામાં મોટે ભાગે નંબર પ્લેટ વગરની ગાડી અથવા કાળા કાચવાળી ગાડીનો વધુ વપરાશ થાય છે. જેને લઈ રાજકોટ પોલીસે ફક્ત 20 દિવસની અંદર જ 5397 કેસ કરી 13 લાખથી વધુનો દંડ વસુલ્યો છે. રાજકોટ પોલીસની આ કવાયતથી હવે નંબર વગરની અથવા કાળા કાચવાળી ગાડીનું પ્રમાણ ઓછું થઈ શકે છે.
હવે કાળા કાચવાળી ગાડી લઈને નીકળશો તો પણ શંકાના દાયરામાં આવી જશો. રાજકોટ પોલીસની આ કવાયત હાથ ધરવા પાછળનો મુખ્ય ઉદેશ્ય છે કે, શહેરમાં જે ચોરી, લૂંટફાટ જેવા ગુના થાય છે તો તેનું પ્રમાણ ઓછું થાય. કારણકે મોટા ભાગના લૂંટફાટના ગુનામાં આવી ગાડીઓનો ઉપીયોગ કરવામાં આવે છે.