મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ હોવાથી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિવિધ ટેસ્ટ હાથ ધરશે

સમગ્ર વિશ્વમાં વીઆઈપી લોકોને તમામ સુરક્ષાઓ પૂરી પાડવામાં આવતી હોય છે અને તેમના માટે ખાસ પ્રકારે ગાડી પણ ડિઝાઇન કરવામાં આવે છે જેથી જો તે ગાડી ઉપર કોઈપણ પ્રકારનો હુમલો કરવામાં આવે તો તેમની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે ત્યારે હવે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને ધ્યાને લઈ પી લોકો માટે જે ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હોય તેના ટાયરને હવે બુલેટ પ્રુફ કરવામાં આવશે જેથી બંદૂકની ગોળીઓ પણ ટાયરને વીંધીના શકે અને સહી સલામત વીવીઆઈપીને તેમની મૂળભૂત જગ્યા સુધી પહોંચાડી શકાય.

અત્યાર સુધી બુલેટ પ્રુફ ટાયર મુખ્યત્વે ફિલ્મોમાં જોવા મળતા હતા પરંતુ હવે તે ગુજરાતમાં પણ જોવા મળશે કઈ કંપની દ્વારા બનાવવામાં આવે છે આ ટાયર તે અંગે હજુ સુધી હોય સ્પષ્ટતા કરવામાં આવી નથી અને તેની પાછળ સુરક્ષાનું કારણ આપવામાં આવેલું છે પરંતુ હાલ આ બુલેટ પ્રૂફ ટાયર માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિવિધ ટેસ્ટ હાથ ધરશે અને સેફ્ટી સ્ટાન્ડર્ડ ને ધ્યાને લઈને જ તેની અમલવારી કરવામાં આવશે. હાલ એ મુજબ ની ટેસ્ટ હાથ ધરવામાં આવે છે જેમાં ટાયરમાં બુલેટ એટલે ગોળી લાગ્યા બાદ પણ ટાયર કેટલા સમય સુધી કાર્યરત રહે છે.

સુરક્ષાની વાત જ્યારે વીવીઆઈપી લોકો માટે આવતી હોય તે સમયે આ પ્રકારના ટેસ્ટિંગ વિદેશોમાં જ થતા હોય છે. હાલ બે પદ્ધતિથી ટાયરનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. વર્ષ 2022-23 માં 1885 જેટલા સેમ્પલને ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ પણ સબમીટ કરાયો છે. અત્યારે ઇન્ડિયન આર્મી, બીએસએફ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત પોલીસે તેમના વાહનો જેકેટો અને હેલ્મેટને ટેસ્ટિંગ માટે મોકલ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.