સેવન કેટરર્સના ભદ્રેશ કોઠારી અને બિઝનેશમેન મનોજભાઈ શેઠનું નવુ સાહસ
રાજકોટ કે સૌરાષ્ટ્રની પ્રજાને ગાંઠીયા અને જલેબી કેટલા પ્રિય છે એ સૌ કોઈ જાણે છે. રાજકોટવાસીઓની ગાંઠિયાની જ‚રિયાત પૂરી કરવા માટે અનેક દુકાનો આવેલી છે. પરંતુ હવે ગાંઠીયા-જલેબી માટે સૌરાષ્ટ્રની સૌ પ્રથમ એવી કોર્પોરેટર લુક ધરાવતી શોપનો પ્રારંભ થઈ રહ્યો છે. આગામી તા.૫મીને શનિવારે ૧૫૦ ફૂટ રોડ ઉપર નાણાવટી ચોકમાં આવેલા જાસલ કોમ્પલેક્ષમાં આ શોપનું ઉદઘાટન તા.૫મી ઓગષ્ટે સવારે ૯:૩૦ કલાકે મેયર ડો.જૈમન ઉપાધ્યાયના હસ્તે થશે. જૈન મુનિઓના આશીર્વાદ અને જૈન સમાજના શ્રેષ્ઠીઓની શુભેચ્છાથી શ‚ થઈ રહેલી આ શોપ વિશે માહિતી આપવા માટે બોલાવાયેલી પરિષદમાં બોલતા સેવન સ્ટાર કેટરર્સના સંચાલક જૈન સમાજસેવી ભદ્રેશભાઈ કોઠારી તથા એસવીપીએ ફિસકલ સર્વિસીસના ડાયરેકટર મનોજભાઈ શેઠે કહ્યું હતું કે, આ શોપ જૈન ગાંઠિયા-જલેબી ડોટ કોમના નામે ઓળખાશે અને તે સંપૂર્ણપણે હાઈજેનિક હશે.ભદ્રેશભાઈ કોઠારીએ કહ્યું હતું કે, અત્યારના સમયમાં ખાદ્ય પદાર્થો શુદ્ધ અને સાત્વિક હોવા જ‚રી છે અને અમે આ નવું સાહસ શ‚ કરતાં પહેલા જૈન સમાજના અગ્રણીઓ, સંઘના ટ્રસ્ટીઓ વગેરે સાથે ચર્ચા-વિચારણા કરી હતી એટલું જ નહીં જૈન મુનિઓના આશીર્વાદ પણ મલ્યા હતા.તેમણે કહ્યું હતું કે જૈન ગાંઠીયા જલેબી ડોટ કોમમાં ખરીદી માટે આવનાર લોકોને શુદ્ધ અને સાત્વીક ફરસાણ મળી રહેશે. જેમાં ૧૦ થી ૧૫ જાતના ગાંઠીયા, ચોખ્ખા ઘીની મીઠાઈ, કાજુની મીઠાઈ અને જલેબી વગેરેનો સમાવેશ થાય છે. અમે આ શોપમાં ચોખ્ખાઈ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ શોપમાં ગાંઠીયા બનાવવા માટે ઈલેકટ્રીક તાવડા મુકવામાં આવશે અને દાજ્યું તેલ વાપરવામાં નહીં આવે. ફરસાણની તમામ આઈટમ શીંગતેલમાંથી બનાવવામાં આવશે અતે તેની ખરીદી પણ ડાયરેકટ મીલમાંથી કરવામાં આવશે. ગાંઠીયા અને ફરસાણ બનાવનારા કારીગરો માટે ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે અને તેઓ ગ્લોવ્ઝ પહેરીને જ કામ કરશે. અહીં ગ્રાહકોને મીઠાઈ આપતા પહેલા તેમનું લેબોરેટરી ટેસ્ટીંગ પણ કરાવવામાં આવશે અને સંપૂર્ણ તાત્વીકની ખાતરી થયા પછી જ ગ્રાહકોને આપવામાં આવશે.ભદ્રેશભાઈ કોઠારીના સહયોગી અને એસ.વી.પી.એફ. ફીસ્કલ સર્વિસીઝના ડાયરેકટર તથા જૈન અગ્રણી મનોજભાઈ શેઠે કહ્યું હતું કે, અમે આ શોપને કોર્પોરેટ લુક આપ્યો કે અને ગ્રાહકોને કોઈપણ વસ્તુઓ અખબારોના પાનામાં એટલે કે પડીકા બાંધીને નહીં આપવામાં આવે પરંતુ બોકસમાં અને પેપર બેગમાં આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે ગાંઠીયાની હોમ ડિલિવરી પણ આપવાના છીએ. અમારી શોપમાં વ્યાજબી ભાવે ઉત્તમ કવોલીટીની આઈટમ મળી રહે તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ શોપના ઉદ્ઘાટન પ્રસંગે મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત ધનસુખભાઈ ભંડેરી, પુષ્કરભાઈ પટેલ, ડો.હેમાંગ વસાવડા, ચંદ્રકાંત શેઠ, નટવરાલાલ શેઠ, ગુણુભાઈ ડેલાવાળા, મીલનભાઈ કોઠારી, ભરતભાઈ દોશી, જૈનેશભાઈ અજમેરા, આશીષભાઈ વાગડીયા, નિતીનભાઈ ભારદ્વાજ , કમલેશભાઈ મીરાણી, ઈશ્ર્વરભાઈ દોશી, જીતુભાઈ ચાવાળા, કિશોરભાઈ કોરડીયા, જીતુભાઈ બેનાની, પંકજભાઈ કોઠારી, ગીરીશભાઈ મહેતા, સુલિનભાઈ શાહ અને બાબુભાઈ આહિર સામાજિક આગેવાનો, જૈન શ્રેષ્ઠીઓ, શુભેચ્છકો વગેરે વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.